જયેશ દોશી/નર્મદા : જિલ્લા દિશા સમિતિની બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ વાસ્મોના અધિકારીને કહ્યું કે, કોરોનાના બહાના રહેવા દો કામ કરો અને લોકોના ઘર સુધી પીવાનું પાણી પહોંચતું કરો.  જયારે બીટીપીના મહેશ વસાવા ને કહ્યું કે તમે રાજ્યસભા વખતે તમે મળો છો  તો અમે કશું કેહતા નથી. નર્મદા જિલ્લાની દિશા સમિતિની બેઠકમાં મનસુખ વસાવાએ પાણી પુરવઠા વિભાગના અધિકારીને કહ્યું કે, કોરોનાનું બહાનું નહીં ચાલે લોકોના ઘર સુધી પીવાનું પાણી વહેલી તકે મળવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT નું ઐતિહાસિક રસીકરણ: નવા 27 કેસ, 35 સાજા થયા, એક પણ મોત નહી


દર 3 મહિનાને દિશા સમિતિની બેઠક યોજાતી હોઈ છે. જિલ્લામાં વિકાસ નથી કર્યો અને બાકી રહેલા કાર્યો પર ખાસ ચર્ચા કરવામાં આવતી હોઈ છે, ત્યારે 3 મહિના પહેલા પણ વાસ્મો પ્રોજેક્ટના અધિકારીને સૂચના આપવામાં આવી હતી. લોકોના ઘર સુધી પીવાનું પાણી પહોંચતુ કરી દેવાનું છે, પણ 3 મહિના બાદ પણ હજુ કામ પૂર્ણ નહિ થતા મનસુખ વસાવાએ કડક શબ્દોમાં કહ્યું કે હવે તમારું કોરોનાનું બહાનું નહીં ચાલે કામ કરવું પડશે. પીવાના પાણી બાબતે મનસુખ વસાવાએ જણાવ્યું કે, થોડીઘણી ક્ષતિઓ છે. જે હું સ્વીકારું પરંતુ આ વિસ્તારમાં કેટલાય કામોમાં ભૂલો આવે છે તે નહિ સ્વીકારાય જિલ્લાના ડેડીયાપાડાથી મોવીનો રસ્તો તકલાદી બન્યો છે. તે પણ કોન્ટ્રાકટરે તેના ખર્ચે બાનવી આપવો પડશે તે અંગે પણ મનસુખ વસાવાએ તાકીદ કરી. 


સ્ટેચ્યુ ઓફ યુનિટિ જતા પહેલા વાંચજો, નહી તો પૈસા પણ જશે અને ફરી પણ નહી શકો, સામે આવ્યું મસમોટુ કૌભાંડ


જયારે બીટીપીના મહેશ વસાવાએ મનસુખ વસાવા અને કોંગ્રેસ અગ્રણી શકુર પઠાણનો ફોટો વાયરલ થયો હતો તે બાબતે મનસુખ વસાવાએ સ્પષ્ટતા કરી હતી કે એક શૈક્ષણિક કાર્યક્રમમાં ભેગા થયા હતા. બધા એકબીજાને મળી શકે છે. બીટીપીના લોકો રાજ્યસભા વખતે બધાને મળતા હોય છે, ત્યારે તો કશું નથી બોલતા પણ અમને બદનામ કરવા તેમને આ ફોટો મુક્યો હતો. જયારે આગામી દિવસોમાં 9 ઔગેસ્ટ વિશ્વ આદિવાસિદિનની ઉજવણી થશે ત્યારે આ ઉજવણી માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી નર્મદા જિલ્લામાં આવશે તે અંગે પણ સાંસદ મનસુખ વસાવા એ ખુશી વ્યક્ત કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube