અમદાવાદ : રાજ્યમાં આજે (21 ફેબ્રુઆરી) ના રોજ 6 મહાનગરપાલિકાઓમાં મતદાન યોજાયું હતું. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગે મતદાન પૂર્ણ થયું હતું. જેમાં સરેરાશ 41.93 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે યોજાયેલા મતદાન બાદ ઉમેદવારોનું ભાવિ આગામી 23 ફેબ્રુઆરીએ મતગણતરી બાદ નક્કી થશે. મહાનગરપાલિકાઓમાં અમદાવાદની 192, સુરતની 116, વડોદરાની 76, રાજકોટની 72, ભાવનગરની 52 અને જામનગરની 64 બેઠકો પર મતદાન યોજવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી આયોગની  વેબસાઈટ અનુસાર આજે સાંજે 6 વાગ્યા સુધી અમદાવાદમાં 38.73 ટકા, સુરતમાં 43.18 ટકા, વડોદરામાં 42.82 ટકા, ભાવનગરમાં 43.66 ટકા, રાજકોટમાં 46.24 ટકા, અને જામનગરમાં 49.64 ટકા મતદાન નોંધાયું હતું. સૌથી વધુ મતદાન જામનગરમાં થયું હતું, જ્યારે સૌથી ઓછી મતદાન અમદાવાદ થયું હતું. 

વરરાજાનો વટ તો જુઓ... 'દુલ્હનને કહી દીધું છે કે, મતદાન કર્યા બાદ જાન લઈને આવીશ'
[[{"fid":"309864","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


કોરોનાગ્રસ્ત વિજય રૂપાણી હોસ્પિટલ થી મતદાન મથક સુધી, જુઓ તસવીરો

કોરોના મહામારીના પગલે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજ્યના ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદે કોરોના દર્દી મતદાન કરી શકે તે માટે અંતિમ કલાકમાં ખાસ વ્યવસ્થા કરી હતી. 


તો બીજી તરફ 48 ક્યુઆરટીની ટીમ, 16 સ્ટ્રોંગરૂમ, 16 રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર બનાવાયા હતા. ઉપરાંત 5226 બુથ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અતિસંવેદનશીલ વિસ્તારમાં કુલ 177 બુથ અને સંવેદનશીલ બુથો પર 1799 ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. 


2015માં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની થઈ હતી જીત 

6 મહાનગરપાલિકાની પાછલી ચૂંટણી જે વર્ષ 2015માં યોજાઈ હતી તેના પરિણામ પર નજર કરીએ તો, વર્ષ 2015માં અમદાવાદ મહાનગરપાલિકા (gujarat election) ની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. તમામ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. તો સાથે જ કયા મહાનગરપાલિકામાં કોને કેટલી બેઠક મળી હતી તે પણ જાણીએ. 


  • અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકમાંથી ભાજપે 142 બેઠક જીતી હતી. કોંગ્રેસે 49 બેઠક જીતી હતી. જ્યારે 1 બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી. 

  • રાજકોટ મહાનગરપાલિકાની વર્ષ 2015ની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠક પર ભાજપે 40 બેઠક જીતી હતી. કોંગ્રેસે 32 બેઠકો જીતી હતી. 

  • વર્ષ 2015ની ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો વર્ષ 2015માં ભાવનગર મહાનગર પાલિકામાં ભાજપે ચૂંટણી જીતી હતી. ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકમાંથી ભાજપ 34 બેઠક જીતી હતી. કોંગ્રેસે 18 બેઠક જીતી હતી. 

  • જામનગરમાં વર્ષ 2015માં ભાજપે ચૂંટણી જીતી હી. જામનગર મહાનગપાલિકાની 64 બેઠકમાંથી 38 બેઠક પર ભાજપની જીત થઈ હતી. કોંગ્રેસે 24 બેઠક જીતી હતી. જ્યારે 2 અપક્ષ ઉમેદવારોએ જીતી હતી. 

  • સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2015માં ભાજપે ચૂંટણી જીતી હતી. સુરતમહાનગરપાલિકાની 116 બેઠકમાંથી ભાજપે 80 બેઠક જીતી હતી. જ્યારે કોંગ્રેસે 36 બેઠક જીતી હતી. 

  • વર્ષ 2015ની વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. વડોદરા મહાનગરપાલિકાની 76માંથી 58 બેઠક પર ભાજપે જીત દર્જ કરી હતી. કોંગ્રેસે 14 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે અપક્ષ ઉમેદવારોએ 4 બેઠક જીતી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube