સપના શર્મા/અમદાવાદ :રાજ્ય સરકારે રાજ્યની તમામ શાળામાં આજથી ભારતમાતાનું પૂજન કરવા આદેશ કર્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સરકાર પાસે માંગ કરી હતી કે રાજ્યની દરેક શાળામાં પ્રાર્થનાના સમયે ભારતમાતા પૂજન અને વ્યાખ્યાન યોજવામાં આવે. ત્યારે રાજ્ય સરકારે આ અંગે પરિપત્ર બહાર પાડીને રાજ્યની તમામ શાળાને આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે શાળાઓમાં પ્રાર્થનાના સમયે ભારતમાતા પૂજન અને વ્યાખ્યાનનું આયોજન કરવા આદેશ કર્યો છે. ત્યારે જમિયત ઉલમા ગુજરાતે ભારત માતા પૂજનનો વિરોધ કર્યો છે. તો જમાતે ઈસ્લામીએ પણ વિરોધ નોંધાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'પૂજા' શબ્દ કાઢી નાંખવા માંગ
આખું રાષ્ટ્ર જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે, ત્યારે શિક્ષણ વિભાગે તમામ શૈક્ષણિક સંસ્થાઓને પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં દરેક શૈક્ષણિક સંસ્થાઓએ તિરંગો લહેરાવી ભારત માતાની પૂજા કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જમિયત ઉલમા ગુજરાત અને જમાતે ઈસ્લામીએ ભારત માતાની 'પૂજા' શબ્દથી વિરોધ દર્શાવ્યો છે. તેમણે 'પૂજા' શબ્દ કાઢી નાંખવા માંગ કરી છે. જમિયતે ઉલમાએ આ વિરોધ વિશે કહ્યુ કે, આ પરિપત્ર ભારતના બંધારણના વિરૂદ્ધ છે. અમે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરીશું, પરંતુ ભારત માતાની પૂજા નહીં કરીએ. 


આ પણ વાંચો : ગાંધી પરિવારના નિશાન પર ગુજરાતઃ મુન્દ્રા પોર્ટ પર જ કેમ વારંવાર પકડાય છે ડ્રગ્સ? 


જમિયત-ઉલેમા-ગુજરાતએ શું કહ્યું?
આ સર્ક્યુલર સામે જમિયત ઉલમાના જનરલ સેક્રેટરી નિસાર અહમદ અન્સારીએ વાંધો ઉઠાવીને કહ્યું કે, આ પરિપત્ર ઈસ્લામના પાયાના એકેશ્વરવાદના સિદ્ધાંતની વિરુદ્ધ છે. અને ભારતના બંધારણના સર્વધર્મ સંભાવની વિરુદ્ધ છે. જો કે તેમણે તિરંગાનું સન્માન કરી રાષ્ટ્રધ્વજ ફરકાવવા સામે કોઈ વિરોધ નથી. અમૃત મહોત્સવની ઉજવણી માટેનો પરિપત્ર આવે તે પહેલા જ તેમણે પોતાના તમામ જમતિયોને રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને અમૃત મહોત્સવની ઉજવણી કરવા માટેનો આદેશ આપ્યો છે. 


આ પણ વાંચો : ડરામણું સત્ય : દવાના પેકેજિંગમાં રહેલુ પ્લાસ્ટિક તેમાં ભળે તો દવા બની શકે છે ઝેર


ઉલ્લેખનીય છે કે, આ અભિયાન RSS ની શાખા ઓલ ઈન્ડિયા નેશનલ ટીચર્સ ફેડરેશન (ABRSM) દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પછી, 25 જુલાઈના રોજ ‘ભારત માતા પૂજા’ અભિયાનમાં ભાગ લેવા માટે શાળાઓના કમિશનરેટ અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.  જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “સ્વતંત્રતાના અમૃત મહોત્સવના ભાગરૂપે, શાળાઓએ 1લી ઓગસ્ટ 2022થી ભારત માતાની પૂજા કરવી જોઈએ અને આ વિષય પર ભાષણોનું આયોજન કરવું જોઈએ.”