જોવા જેવા છે ગુજરાતના આ 22 વન! જુદી-જુદી છે દરેકની ખાસિયત, હજુ ના જોયા હોય તો જોઈ લેજો
વન મહોત્સવ એ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો ઉત્સવ છે જે જુલાઈના પહેલા અઠવાડિયામાં ઉજવવામાં આવે છે. વન મહોત્સવની શરૂઆત વર્ષ ૧૯૫૦માં તત્કાલીન કેન્દ્રિય કૃષિ અને ખાધ મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ શરુ હતી.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં સમયાંતરે અલગ અલગ વન બનાવવામાં આવ્યાં છે. જેને જોઈને તમારું મન પ્રફુલ્લિત થઈ જશે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અહીં ગુજરાત સાંસ્કૃતિક વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત દર વર્ષે એક નવું વન બનાવવાની નેમ લેવામાં આવી હતી. જેનું શરૂઆત ગુજરાતના પાટનગરથી કરાઈ હતી.
આ પણ ખાસ વાંચોઃ World Cup માં ભારતની હારનું સૌથી મોટું કારણ આવ્યું સામે, જાણીને ખુબ દુઃખી થશે ચાહકો
આ પણ ખાસ વાંચોઃ TV એન્કર, રેડિયો જોકીમાંથી MLA બની આ છોકરી, પહેલાં મજાક ઉડાવી હવે ફોટા પડાવવા પડાપડી
ગુજરાતના અલગ અલગ સાંસ્કૃતિક વનો વિશે માહિતી મેળવતા પહેલા વન મહોત્સવ વિશે માહિતી મેળવીશું. ગુજરાતમાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ ની શરૂઆત નરેંદ્ર મોદી દ્વારા 2004 કરવામાં હતી. ગુજરાતમાં સૌપ્રથમ સાંસ્કૃતિક વન રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે બનાવવામાં આવ્યું હતું. જેનું નામ પુનિત વન રાખવામાં આવ્યું હતું. ગુજરાતમાં અત્યાર સુધી 22 સાંસ્કૃતિક વનનું નિર્માણ થઈ ચુક્યુ છે. વર્ષ 2023 માં સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન વનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વન મહોત્સવ એ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો ઉત્સવ છે જે જુલાઈના પહેલા અઠવાડિયામાં ઉજવવામાં આવે છે. વન મહોત્સવની શરૂઆત વર્ષ ૧૯૫૦માં તત્કાલીન કેન્દ્રિય કૃષિ અને ખાધ મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ શરુ હતી. ભારતમાં વન મહોત્સવ ક્યારે મનાવવામાં આવે છે. 1 જુલાઈ થી 7 જુલાઈ. વન મહોત્સવનો મુખ્ય હેતુઃ વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાતના સાંસ્કૃતિક વનની સંપુર્ણ માહિતી. સૌ પ્રથમ પુનિત વન વર્ષ ૨૦૦૪ માં ૫૫ માં વન મહોત્સવ પ્રસગે થી લઈને ૭૩ માં ગુજરાતના સાંસ્કૃતિક વન મહોત્સવ સુધીની તમામ વિગત અહીં આપવામાં આવેલી છે.
ગુજરાતમાં આવેલાં વિવિધ સાંસ્કૃતિક વનઃ
પુનિત વન :
વર્ષ 2004 ના 55 મા વન મહોત્સવ પ્રસગે નિર્માણ પામેલ પ્રથમ સાંસ્કૃતિક વન પુનિત વન ગાંધીનગર જિલ્લો ગાંધીનગરમાં નિર્માણ પામ્યું.
માંગલ્ય વન :
56 મા વન મહોત્સવ વર્ષ 2005 માં દ્વિતીય સાંસ્કૃતિક વન નિર્માણ પામ્યું . રાજ્યના પાટનગર બહાર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ માં વન મહોત્સવની ઉજવણી કરી સમગ્ર રાજ્યમાં વૃક્ષ ઉછેર પ્રત્યે લોક જાગૃતિ ઉબી કરવાના શ્રી નરેન્દ્ર મોદીના સૂચનના પગલે સાંસ્કૃતિક વન માંગલ્ય વન પવિત્ર યાત્રાધામ અંબાજીમાં નિર્માણ પામ્યું . અંબાજી જિલ્લો બનાસકાંઠા
તીર્થંકર વન તારંગા :
તૃતીય સાંસ્કૃતિક વન 57 મા વન મહોત્સવ 2006 માં જૈન ધર્મના પવિત્ર યાત્રાધામ તારંગા ખાતે નિર્માણ પામ્યું તીર્થંકર વન તારંગા મહેસાણા જિલ્લો
હરિહર વન :
ચતુર્થ સાંસ્કૃતિક વન 58 મા વન મહોત્સવ 2007 માં હરિહર એટલે મહાદેવના નામ ઉપર હરિહ વન સોમનાથ મુકામે ગીરસોમનાથ જિલ્લા માં નિર્માણ પામ્યું .
ભક્તિવન :
59 મા વન મહોત્સવ વખતે 2008 માં મા ચામુંડાના ધામમાં ચોટીલા મુકામે ભક્તિવનના નામે પાંચમું સાંસ્કૃતિક વન નિર્માણ પામ્યું.
શ્યામળવન :
છઠ્ઠું સાંસ્કૃતિક વન 60 મા વન મહોત્સવ વર્ષ 2009 માં શામળાજી મુકામે ભગવાન શામળાના નામે શ્યામળવન અરવલ્લી જિલ્લા ના શામળાજી મુકામે નિર્માણ પામ્યું .
પાવક વન :
સાતમું સાંસ્કૃતિક વન પાલીતાણા મુકામે જૈન તીર્થના પાવક તીર્થ સ્થળે 61 મા વનમહોત્સવ પ્રસંગે 2010 માં નિર્માણ પામ્યું . પાવક વન પાલીતાણા ભાવનગર જિલ્લો
વિરાસત વન :
આઠમું સાંસ્કૃતિક વન 62 મા વન મહોત્સવ 2011 ના વર્ષે ગુજરાતની વિશ્વ વારસાના સ્થળ તરીકે માન્યતા પામી છે તે વિરાસત સ્થળે પાવાગઢમાં વિરાસત વન વન પાવાગઢ પંચમહાલ જિલ્લો માં નિર્માણ પામ્યું .
ગોવિંદ ગુરુ સ્મૃતિવન :
નવમું સાંસ્કૃતિક વન 63 મા વન મહોત્સવ પ્રસંગે વર્ષ 2012 મા માનગઢ હિલ્સ મુકામે જલીયાવાળા બાગ કરતાં પણ મોટો હત્યાકાંડ થયેલો અંગેજ સરકાર સામેના સ્વાતંત્ર્ય ચળવળના નેતા સમાજ સુધારક ગોવિંદ ગુરુ ની યાદમાં સ્મૃતિવન નિર્માણ પામ્યું . માનગઢ મહીસાગર જિલ્લો
નાગેશવન :
દશમું સાંસ્કૃતિક વન 64 મો વન મહોત્સવ 2013 માં નાગેશવન દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લો ભગવાન દ્વારકાધીશ ના ધામમાં આપણાં 12 જ્યોતિર્લીંગો પૈકીનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ આવેલું છે .ભગવાન નાગેશ્વર મહાદેવના નામ ઉપરથી નાગેશવન દ્વારકા મુકામે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલું છે.
શક્તિવન :
અગિયારમું સાંસ્કૃતિક વન 65 મો વન મહોત્સવ 2014 માં શક્તિવન કાગવડ જેતપુર મુકામે આદ્યશક્તિ મા ખોડલના નામ ઉપરથી કાગવડ ધામ જેતપુર મુકામે .જિલ્લો રાજકોટ
જાનકીવન :
બારમું સાંસ્કૃતિક વન 66 મો વન મહોત્સવ 2015 માં જાનકીવન વાંસદા મુકામે જાનકી અર્થાત સીતા માતાના નામ ઉપરથી નિર્માણ પામ્યુ છે. વાંસદા નવસારી જિલ્લો
આમ્રવન :
તેરમું સાંસ્કૃતિક વન મો વન 67 મો વન મહોત્સવ 2016 માં ગુજરાતમાં કેરી માટેનો પ્રખ્યાત પ્રદેશ આમ્ર એટલે આંબા પરથી આમ્ર વન ધરમપુર વલસાડ જિલ્લા માં નિર્માણ પામ્યું .
એક્તા વન :
ચૌદમું સાંસ્કૃતિક વન 67 મો વન મહોત્સવ 2016 માં એક્તા વન સરદાર વલ્લભભાઈ પટેલના બારડોલી સત્યાગ્રહ થી પ્રખ્યાત બારડોલી મુકામે એકતા વન સુરત જિલ્લા માં નિર્માણ પામ્યું.
મહીસાગર વન :
પંદરમું સાંસ્કૃતિક વન 67 મો વન મહોત્સવ 2016 માં મહીસાગર વન વહેરાની ખાડી આણંદ જિલ્લા મુકામે મહીસાગર નદીના નામે બનાવવામાં આવ્યું છે .
શહીદ વન :
સોળમું સાંસ્કૃતિક વન 67 મો વન મહોત્સવ 2016 માં શહીદ વન ભૂચરમોરી ધ્રોલ જામનગર જિલ્લા માં ભૂચર મોરીના શહીદોની યાદમાં બનાવવામાં આવ્યું છે .
વીરાંજલી વન :
સતરમું સાંસ્કૃતિક વન 68 મો વન મહોત્સવ 2017 માં વીરાંજલી વન પાલ દઢવાવ સાબરકાંઠા જિલ્લામાં નિર્માણ પામ્યું.
રક્ષક વન :
અઢારમું સાંસ્કૃતિક વન 69 મો વન મહોત્સવ 2018 માં રક્ષક વન રુદ્રમાતા બંધ પાસે કચ્છ જિલ્લા માં નિર્માણ પામ્યો છે .
જાડેશ્વર વન :
ઓગણીસમું સાંસ્કૃતિક વન 70 મો વન મહોત્સવ 2019 માં જડેશ્વર વન અમદાવાદ અમદાવાદ જિલ્લો
રામવન :
વીસમું સાંસ્કૃતિક વન રામવન રાજકોટ રાજકોટ જિલ્લો 71 મો વન મહોત્સવ 2020 માં નિર્માણ પામ્યું છે .
મારુતિ નંદનવન :
એકવીસમું સાંસ્કૃતિક વન 72 મો વન મહોત્સવ 2021માં ભગવાન રામના પરમ ભક્ત હનુમાન દાદાના નામ પર મારુતિ નંદનવન કલગામ વલસાડ જિલ્લામાં નિર્માણ પામ્યું છે .
વટેશ્વર વન દૂધરેજ :
73 મો વન મહોત્સવ 2022-2023 માં વડવાળા ધામ દૂધરેજ માં વડવાળા દેવના પાવન સાનિધ્યમાં બાવીસમું સાંસ્કૃતિક વન વટેશ્વર વન દૂધરેજ સુરેન્દ્ર નગર જિલ્લામાં નિર્માણ પામ્યું છે.