હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી બહુ સાંભળી, પણ ક્યારેય નહીં સાંભળી હોય આવી વિચિત્ર આગાહી
Gujarat Weather Forecast: છેલ્લાં કેટલાંક સમયથી વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ઉનાળો હોય ત્યારે વરસાદ પડે છે. અને શિયાળો હોય ત્યારે ગરમીનો અહેસાસ થાય છે. આને જ કહેવાય છે ગ્લોબલ વોર્મિંગની અસર. હવે આવી જ કંઈક અસર ગુજરાતમાં સતત ચારથી પાંચ દિવસ સુધી દેખાશે.
Gujarat Weather: એક તરફ હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે. લોકો વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો અહેસાસ કરી રહ્યાં છે. કેટલાંક વિસ્તારોમાં તો હાડ થીજવતી કાતિલ ઠંડી પણ પડી રહી છે. હાલમાં જ હવામાન વિભાગે કરેલી આગાહી જાણીને તમે પણ ચોંકી જશો. એવી આગાહી કરવામાં આવી છેકે, ભરશિયાળે ઉનાળા જેવો તાપ પડશે. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે થી 3 ડિગ્રીનો વધારો થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઠંડીનાં પારાની વાત કરીએ તો નલિયામાં 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહેવા પામ્યું હતુ. અમદાવાદમાં તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી પાંચ દિવસ માટે શું આગાહી કરાઈ છે એ પણ જાણો...એક જ સિઝનમાં ત્રણ-ત્રણ સિઝન ભેગી થઈ જાય એવી આગાહી અને પરિસ્થિતિ જવલ્લે જ જોવા મળતી હોય છે.
સૌથી પહેલાં જાણીએ ગઈકાલે ક્યાં કેટલું તાપમાન હતુંઃ
ગઈકાલે અમદાવાદમાં 17.4 ડિગ્રી, વડોદરામાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સુરતમાં 21.8, રાજકોટ 16.6 તેમજ દ્વારકા 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભૂજની વાત કરીએ તો જ્યાં 15.8, ડિસામાં 14.6, વેરાવળમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ 5 દિવસ ગુજરાતને ભરશિયાળે અપાવશે ઉનાળાની યાદ, ઠંડીને બદલે પડશે ગરમી જેવો તાપ:
રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુક્કું રેહશે એવી આગાહી પણ કરવામાં આવી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ઠંડીની સીઝન ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વાતાવરણ અંગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુક્કુ રહેશે. 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. આ બાબતે હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી પાંચ થી સાત દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. તેમજ તાપમાનનો પારો આગામી દિવસોમાં બે થી ત્રણ ડિગ્રી વધી શકે છે. તેમજ ન્યૂનતમ તાપમાનનાં પારામાં વધારો થવાની સંભાવનાં છે. હાલ ઠંડીની સીઝન ચાલી રહી છે. વાતાવરણમાં ભેજ અને વાદળો છવાયા હોવાથી તાપમાનનો પારો પારો 2 થી 3 ડિગ્રી વધવાની શક્તા છે.
માવઠાની સિસ્ટમ રચાશેઃ
ચરોતરમાં શિયાળુઋતુ ધીરે-ધીરે મધ્યાવસ્થા તરફ ગતિ કરી રહી હોઇ સમયાંતરે ઠંડીમાં વધારા-ઘટાડાની સ્થિતિ સર્જાતી રહે છે. જોકે ઠંડીની ઋતુ છતા સર્જાતી જુદી-જુદી સિસ્ટમોને લઇને વાતાવરણમા પલ્ટો આવીને કમોસમી વરસાદની સ્થિતિ સર્જાતી રહે છે. ત્યારે આણંદ-ખેડા જિલ્લામા ચાલુ માસમાં માવઠાની બેથી વધુ સિસ્ટમ રચાવાની શક્યતાઓ હવામાન તજજ્ઞોએ વ્યક્ત હૂરી છે. જોકે માવઠાની આગાહી ખેડૂતો માટે ચિંતનો વિષય બની છે.
ગાત્રો થીજવતી ઠંડી પડશેઃ
હવામાન વિભાગે જણાવ્યું છેકે, અલ નીનોની અસરના કારણે સમુદ્રનું પાણી પણ ગરમ રહેતું હતું. જેના કારણે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવામાં હતા અને અરબ સાગરમાં પણ હલચલ થવામાં હતી. ગાત્રો થીજવતી ઠંડી અંગે જોઈએ તો ૨૨-૨૩ ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના ભાગોમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે.