`મારી પત્નીના એના ભાઈ સાથે છે શારીરિક સંબંધ`, ગુજરાતી પતિએ સહન ન થતાં જીવ આપી દીધો
4 છૂટાછેડા બાદ પત્નીના હતા પાંચમા લગ્ન! અન્ય રાજ્યની વાત નથી આતો આપણાં ત્યાંનો ગુજરાતનો એમાંય અમદાવાદનો કિસ્સો છે. આ કિસ્સો જાણીને તમે પણ હચમચી જશો.
Man Commits Suicide: ગુજરાતના અમદાવાદ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લાના ધોળકાના 35 વર્ષીય યુવકે આત્મહત્યા કરી લીધી છે. એવા આરોપ છે કે તેની પત્નીને તેના ભાઈ સાથે શારીરિક સંબંધ હોવાની જાણ થતાં તેણે આ પગલું ભર્યું છે. એક પોલીસ અધિકારીએ આ મામલે રવિવારે મોટા ખુલાસા કર્યા હતા.
ગુજરાતના અમદાવાદ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના ધોળકાના 35 વર્ષીય યુવકે આત્મહત્યા કરી હતી. તેની પત્નીને તેના ભાઈ સાથે શારીરિક સંબંધ હોવાની જાણ થતાં તેણે આ પગલું ભર્યું હતું. આ મામલે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.
ક્યાંની છે આ ઘટના-
મૃતકના પિતાએ નોંધાવેલી એફઆઈઆર મુજબ, તેમના પુત્રએ 2009માં ધોળકાની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા અને 2017માં તેઓ કાયદેસર રીતે અલગ થઈ ગયા હતા. ફરિયાદીનો આરોપ છે કે લગ્ન બાદ તેમનો પુત્ર અલગ રહેવા લાગ્યો હતો અને તેની સાથે તેમના સંબંધો સારા ન હતા. આ કારણે તેમણે ગયા વર્ષે એક અખબારમાં જાહેરાત આપી હતી કે તેમના પુત્ર સાથે કોઈ સંબંધ નથી.
છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન કર્યા-
ફેબ્રુઆરીમાં ફરિયાદીના પુત્રએ બીજી મહિલા સાથે લગ્ન કર્યા હતા. મહિલાએ આ લગ્ન અગાઉ ચાર પુરુષો સાથે છૂટાછેડા લીધા હતા. લગ્ન બાદ તેઓ ધોળકા શહેરમાં રહેવા લાગ્યા હતા. એફઆઈઆરમાં જણાવાયું છે કે તેમને ધોળકાથી પોલીસ અધિકારીનો ફોન આવ્યો હતો. એમને ફોનમાં કહ્યું કે તેમના પુત્રએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તેને ધોળકાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પુત્રના પેન્ટના ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળી-
જ્યારે ફરિયાદી ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે તેમના પુત્રને બેભાન અવસ્થામાં જોયો અને ખબર પડી કે તેણે તેની પત્ની સાથે ઝઘડા બાદ ઝેર પી લીધું હતું. તેની હાલત વધુ બગડતાં તેને અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં 7 નવેમ્બરના રોજ તેમનું અવસાન થયું હતું. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમને તેના પુત્રના પેન્ટના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી છે, જેમાં તેણે આપઘાત પાછળનું કારણ જણાવ્યું છે.
પત્નીના તેના જ ભાઈ સાથે શારીરિક સંબંધ હોવાનો આરોપ લગાવ્યો-
એફઆઈઆર મુજબ, સુસાઈડ નોટમાં ફરિયાદીના પુત્રએ તેની પત્ની પર તેના સગા ભાઈ સાથે શારીરિક સંબંધો હોવાનો આરોપ લગાવ્યો છે. તેણે સુસાઈડ નોટમાં જણાવ્યું કે લગભગ ત્રણ મહિના પહેલાં તેણે તેની પત્નીને તેના ઘરમાં વાંધાજનક સ્થિતિમાં જોઈ હતી. તે આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો અને તેની સામે વાંધો ઉઠાવ્યો. આ પછી તેની પત્ની અને તેના ભાઈએ તેને માર માર્યો અને ગંભીર પરિણામોની ધમકી આપી હતી.
પોલીસે ગુનો નોંધ્યો હતો-
તેણે સુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે તે સહન કરી શકતો નથી કે તેની પત્ની તેના ભાઈ સાથે શારીરિક સંબંધ ધરાવે છે. તેણે સુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે તેની પત્નીના અગાઉના ચાર પતિઓએ પણ તેના ભાઈ સાથે શારીરિક સંબંધો હોવાની જાણ થતાં તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. સુસાઇડ નોટ અને મૃતકના પિતાની ફરિયાદના આધારે ધોળકા પોલીસે તેની પત્ની અને તેના ભાઈ સહિત પરિવારના અન્ય ત્રણ સભ્યો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.