ઝી બ્યૂરો, અમદાવાદઃ 31 ફર્સ્ટની પાર્ટી આવી રહી છે તો શું તમે પણ છાટાં-પાણી કરવાની ફિરાકમાં છો? આ વખતે ભૂલથી પણ આવી ભૂલના કરતાં. 31st ની પાર્ટીમાં ભાન ભૂલ્યાં તો પડશે ભારે! પીધેલાંને પકડવા ગુજરાત પોલીસે બનાવ્યો છે ખાસ પ્લાન. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં દારૂ અને નશીલા પદાર્થોનું ચલણ વધી ગયું છે. ત્યારે ગુજરાત સરકાર ખાસ કરીને ડ્ગ્સ માફિયાઓ પર ચાંપતી નજર રાખીને બેઠી છે. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ આ અંગે પહેલ કરી છે. રાજ્ય મા અત્યાર સુધી દારુ પીધેલો છે કે નહી તે તપાસવાની સિસ્ટમ લાગુ કરાઇ હતી. હવે ડ્રગ્ઝ લીધુ છે કે નહી તે જાણવા નવી સિસ્ટમ લાગુ થશે. રસ્તા પર જેમ દારુ પીંધેલા ની એનાલાઇઝર દ્વારા ચકાસણી થતી તેમ હવે ડ્રગ એનાલાઇઝરથી ચકાસણી થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પોલીસનું શું છે સિક્રેટ પ્લાન?
કોલેજ , પાન ના ગલ્લા , ક્લબ , પાર્ટીઝ, સહિત એવી તમામ જાહેર જગ્યાઓ જયાં ડ્રગ્ઝ લેવાતું *હોવાની સંભાવના જણાય ત્યાં ત્યાં સ્થાનિક પોલીસ રેડ પાડશે. રાજ્યમાં પ્રથમ વાર થશે આ પ્રયોગ. ડ્ગ્સ લીધું છેકે, નહીં તેનું આધુનિક મશીનથી તાત્કાલિક કરવામાં આવશે ચેકિંગ. શરુઆતમાં અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ આ ચાર મોટા શહેરોમાં આ પ્રયોગ કરાશે.


પોલીસની ખાસ કિટમાં શું હશે?
પહેલાં પીધેલાંને પકડવા માટે પોલીસ બ્રેથએનેલાઈઝરની સિસ્ટમનો ઉપયોગ કરતી હતી. જેનાથી કોઈએ દારૂ પીધેલો છેકે, નહીં તેની ખબર પડતી હતી. એજ રીતે હવે ગુજરાતનાં સરહદ પારથી ડ્ગ્સ ઘુસાડવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જેને રોકવા માટે અને યુવાધનને બચાવવા માટે પોલીસ તંત્ર કામે લાગ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત પોલીસે એક ખાસ સિસ્ટમ સેટ કરી છે. જેનાથી કોઈપણ વ્યક્તિએ ડ્ગ્સ લીધું હશે તો તુરંત જ તેનો ખ્યાલ આવી જશે. રાજ્ય સરકારે 50 લાખ રૂપિયા ખર્ચીને આ ખાસ સિસ્ટમ વિકસાવી છે. આ કીટ થી ઓન ધી સ્પોટ - ડ્રગ્ઝ લીધુ છે કે કેમ તે જાણી શકાશે. કીટ વાપરવાની ટ્રેનિગ હાલ શરુ કરી દેવાઈ છે. રાજ્યભરમાં એ ચેકિંગ સિસ્ટમ આગામી 31 ડીસેમ્બર થી થઇ શકે છે લાગુ.


ઉલ્લેખનીય છેકે, ગાંધીના ગુજરાતમાં કહેવા પુરતી દારૂબંધી છે. કાયદાકિય રીતે તો ગુજરાતને ડ્રાય સ્ટેટ ગણવામાં આવે છે. પરંતુ કદાચ અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં વધારે દારૂ પીવાય છે એવું કહેવું ખોટું નહીં હોય. એજ કારણ છેકે, રાજ્યના અલગ અલગ શહેરોમાંથી અવારનવાર દારૂ અને નશીલા પદાર્થોનો જથ્થો પકડાય છે. ત્યારે તહેવારો નજીક આવતા નશીલા પદાર્થોનું ચલણ એકદમથી વધી જાય છે. ત્યારે યુવાધનને બચાવવા માટે ગુજરાત પોલીસ આ વખતે ખાસ સિસ્ટમ સાથે ચેકિંગમાં નીકળશે અને જો તમે કોઈ નશીલા પદાર્થનું સેવન કર્યું હશે તો તુરંત પોલીસને ખબર પડી જશે.