ઝી બ્યૂરો, ગાંધીનગરઃ આપણો દેશ એ એક કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. જગતનો તાત સુખી હશે તો દેશનો વિકાસ થશે અને અને દેશના છેવાડાના માનવી સુધી તેની અસર દેખાશે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને જ ગુજરાત સરકારે પણ પોતાનું આ વર્ષનું બજેટ રજૂ કર્યું છે. મહત્ત્વનું છેકે, પીએમ મોદીએ કૃષિ ક્ષેત્રે નવતર પ્રયોગો અને આધુનિક ટેકનોલોજી દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવાની સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત હોય કે કુદરતી સંકટ સમયે સહાયરૂપ થવાની વાત હોય, અમારી સરકાર ખેડૂત કલ્યાણ માટે દિવસ-રાત અવિરતપણે કાર્યરત છે. ખેડૂત કલ્યાણને કેન્દ્રસ્થાને રાખી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રત્યેક ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ.૬ હજાર સહાય આપવાની યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત, આજ સુધી ગુજરાતનાં આશરે ૬૧ લાખ જેટલા ખેડૂત ખાતેદારોને સીધેસીધા તેમના બેન્ક ખાતામાં 10 હજાર કરોડ રૂપિયા પ્રાપ્ત થયેલ છે. ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા 8 હજાર 300 કરોડ રૂપિયા જેવી માતબર રકમની સબસીડી આપવામાં આવે છે. વીજ જોડાણ માટે હાલમાં પડતર બધી અરજીઓનો આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પહેલા નિકાલ કરી ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવશે. 


પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે જોગવાઇ રૂ.૨૩૧૦ કરોડ -


  • કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેકટર તેમજ વિવિધ ફાર્મ મશીનરીની ખરીદીમાં સહાય આપવા જોગવાઇ રૂ. ૨૬૦ કરોડ.

  • રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે જોગવાઇ રૂ. ૨૩૧ કરોડ. 

  • સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે જોગવાઇ રૂ. ૨૧૩ કરોડ.

  • મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે જોગવાઇ રૂ. ૧૪૨ કરોડ.

  • પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે. આ બોર્ડ ખેડૂતોને આ અભિયાન સાથે જોડી કૃષિ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે તે માટે જોગવાઇ રૂ. ૧૦૦ કરોડ, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા જોગવાઇ રૂ. ૧૦૦ કરોડ.


ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત જોગવાઇ રૂ. ૮૧ કરોડ -


  • ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે એક ડ્રમ તથા પ્લાસ્ટિકના બે ટોકર વિના મૂલ્યે આપવા માટે જોગવાઇ રૂ. ૫૪ કરોડ

  • ડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ઉત્પાદન વધારવા અને કૃષિ ઇનપુટનો ખર્ચ ઘટાડવા જોગવાઇ રૂ. ૩૫ કરોડ.

  • ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી માટે પ્રોત્સાહિત કરવા જોગવાઈ રૂ. રૂ. ૩૨ કરોડ. 

  • વન્યપ્રાણીઓ દ્વારા પાકને થતું નુકસાન અટકાવવા ખેતરની ફરતે સોલાર પાવર ફેન્સીંગમાં સહાય માટે જોગવાઇ રૂ.૨૦ કરોડ. 

  • ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરું પાડવા ખાતર સંગ્રહ માટે જોગવાઇ રૂ. ૧૭ કરોડ.

  • કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે માલવાહક વાહનની ખરીદી ઉપર સહાય આપવા જોગવાઇ રૂ. ૧૫ કરોડ.

  • રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલ કૃષિ સાધન સનેડોના ઉપયોગને સહાય આપી પ્રોત્સાહિત કરવા જોગવાઈ રૂ. ૧૦ કરોડ.


બાગાયત-


  • બાગાયત ખાતાની યોજનાઓ માટે જોગવાઇ રૂ. ૩૬૯ કરોડ.

  • કમલમ્ (ડ્રેગન ફુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે જોગવાઇ રૂ. ૧૦ કરોડ. 

  • મઘ ક્રાંતિને વેગ આપવા રાજ્યના ૧૦ હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા જોગવાઇ રૂ. ૧૦ કરોડ. 

  • કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ જોગવાઇ રૂ. ૭ કરોડ.

  • અમદાવાદ, જામનગર અને ખેડા જિલ્લામાં બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઊભા કરવા માટે જોગવાઇ રૂ. ૭ કરોડ.


કૃષિ યુનિવર્સિટીઓ-


  • કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા જોગવાઇ રૂ. ૭૫૭ કરોડ.