Video Viral/ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે. નાની અમથી વાતે મોટો ઝઘડો થવો અને મારામારી થવી હવે ત્યાં સુધી વાત સિમિત રહી નથી. હવે ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી. ગુનેગારો હવે બેફામ થઈને ગુજરાતીની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા અચકાતા નથી. આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં બની છે. જ્યાં એક મોંઘીદાટ ગાડીમાંથી ઉતરીને શખ્સે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ફાયરિંગની ઘટનાનો વીડિયો જોઈને તમે પણ ફફડી જશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતનું એવું ગામ જ્યાં ભાઈ અને પિતા જ કરતા હતા દિકરીઓની દલાલી, હવે સ્થિતિ બદલાઈ
આ પણ ખાસ વાંચોઃ  પત્ની અસંતુષ્ટ હોય તો કરે છે આવા ઈશારા, ચાણક્યની આ વાત જાણશો તો નહીં ડૂબે 'જહાજ'!
આ પણ ખાસ વાંચોઃ  પુરુષોને કેમ ગમે છે બટકી સ્ત્રીઓ? આલિંગન, એન્જોયમેન્ટ, કુંડળીના ડખ્ખા વિશે પણ જાણો


આ ઘટના બની છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં. જીહાં, જાણીને નવાઈ લાગશે પણ અમદાવાદના સૌથી પોશ ગણાતા રિંગ રોડ પર જ્યાં રોજ લાખો માણસોની અવરજવર હોય છે તે જગ્યાએ બની છે આ ફાયરિંગની ઘટના. જેમાં એક શખ્સ મોંઘીદાટ ગાડીમાંથી ઉતરીને અચાનક મનફાવે ત્યાં અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દે છે. તેને ન તો પોલીસનો ડર લાગે છેકે, ના તો તે કોઈ કાયદાથી ડરે છે. ગુજરાત પોલીસ અને કાયદાની ઐસીતૈસી કરતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.


વાત જાણે એમ હતીકે, અમદાવાદના તપોવન સર્કલ નજીક મોડી રાત્રે શક્તિ પાન પાર્લર પાસે અજાણ્યા શખ્સે જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. ચાર થી પાંચ રાઉન્ડ આડેધડ ફાયરિંગ કરી  ગાડીમાં ફરાર થઇ જતા સ્થાનીકોએ પોલીસને બનાવ અંગે જાણ કરતા હાલ પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધ્યો છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા તપોવન સર્કલ નજીક જાહેર રોડ પર અજાણ્યા શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કરતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ કિસ્સામાં હાલ ચાંદખેડા પોલીસે ફાયરીંગ કરનાર અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ ખાસ વાંચોઃ  શાકવાળો મફતમાં આપે તોય ના લેતા લીલા રંગના બટાકા, આ બટાકામાં હોય છે એક પ્રકારનું ઝેર


 


શરીરના આ નાજૂક ભાગ પર નાંખો તેલના બે ટીપા અને પછી જુઓ કમાલ! પલંગ પર મચી જશે ધમાલ


જોકે આ તકરાર અંગે  ફરિયાદી ધર્મેશ ભરવાડના કાકા નવઘણ ભરવાડને જાણ થતાં પાન પાર્લર પાસે આવી ગાળો નહિ બોલવાનું કહેતા હરિસિંહ ચંપાવતે ધક્કો મારી પાડી દીધો હતો. જોકે ત્યાં ટોળું ભેગું થઈ જતા હરિસિંહ નામનો શખ્સ પોતાની સિયાઝ કાર લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. થોડીવાર બાદ હરીસિંહ બીજી એક થાર કાર લઈને પાન પાર્લર પાસે તેના મિત્ર સાથે આવ્યો અને કારમાંથી ઊતરેલા અજાણ્યા શખ્સે ગાડીમાંથી ઉતરી રિવોલ્વરથી અંધાધૂંધ ધુંધ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. આ દરમિયાન આસપાસના લોકોમાં નાસ ભાગ મચી જવા પામી હતી. જોકે ફરિયાદી ધર્મેશ ભરવાડી પોતાનો જીવ બચાવવા લારી પાછળ છુપાઈ ગયેલા અને હરિસિંહ સાથે આવેલા એક અજાણ્યો શખ્સ ત્યાંથી ભાગી ગયેલા.