SVP Hospital Ahmedabad: ડોક્ટરને આપણે ભગવાનનું રૂપ માનીએ છીએ. પણ આજ ડોક્ટરો જ્યારે પોતાને ખરેખર ભગવાન સમજવાની ભૂલ કરી દે ત્યારે સત્યાનાશ વળી જાય છે. કંઈક આવી જ ઘટના અમદાવાદમાં જોવા મળી. અમદાવાદની જાણીતી SVP હોસ્પિટલમાં એક ડોક્ટરે માનવતા નેવે મુકીને સાવ નઠોર બનીને સગર્ભા મહિલાના ગુપ્તાંગે અડપલાં કર્યાં. સોનોગ્રાફી કરાવવા આવેલી મહિલાએ રડતા રડતા પોલીસને આ અંગે ફરિયાદ કરી. સોનોગ્રાફી કરાવવા આવેલી મહિલાએ SVP ના તબીબ વિવેક વિરુદ્ધ છેડતીનો આરોપ મૂક્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા તબીબને બહાર મોકલી ડોક્ટરે સગર્ભાના ગુપ્તાંગો પર હાથ ફેરવ્યોઃ
ફિલ્મી ગીતો ગઈને ડોક્ટર સગર્ભાને ગંદી રીતે જોવા લાગ્યો. એટલું જ નહીં તેણે તપાસના બહારને મહિલા તબીબને બહાનુ કાઢીને બહાર મોકલી દીધી અને સગર્ભાના ગુપ્તાંગો પર હાથ ફેરવવાનું શરૂ કર્યું. પોલીસ ફરિયાદમાં પણ મહિલાએ જણાવ્યું છેકે, તપાસ કરનાર ડોક્ટર વિવેક તેને અડપલાં કરી રહ્યો હતો. ડોક્ટર હિન્દી ગીતો ગાઈ ખરાબ નજરે જોઈ રહ્યો હતો.


ડોક્ટર હિન્દી ગીતો ગાઈ ખરાબ નજરે જોઈ રહ્યો હતો...
એસવીપી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા ગયેલી મહિલાએ પુરુષ ડોક્ટરે તેની છેડતી કર્યાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસમાં નોંધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે, સોનોગ્રાફી દરમિયાન ડોક્ટર ગીતો ગાતા હતા અને શારીરિક અડપલાં કરતા હતા. મહિલા દોડીને બહાર ભાગી ગઈ હતી અને અન્ય ડોક્ટર પાસે સોનોગ્રાફી કરાવી હતી.


દરિયાપુરમાં રહેતી 32 વર્ષની મહિલાએ એસવીપી હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગના ડોકટર વિવેક વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં સગર્ભા મહિલાનો આક્ષેપ છે કે, ગર્ભમાં હલનચલન બંધ થતાં તે ગાયનેક વિભાગમાં બતાવવા આવી હતી. ઓપીડી બંધ હોવાથી તેઓ ઈમરજન્સી વિભાગમાં ગયા હતા. અહીંથી મહિલા નર્સે તેમને ગાયનેક વિભાગમાં મોકલ્યા હતા. ડોક્ટરે સોનોગ્રાફીની શરૂઆત કર્યા પછી સાથે હાજર મહિલા ડોક્ટરને વારેવારે બહાર મોકલતા હતા અને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. 


ગભરાઈને મહિલા ત્યાંથી ઉભી થઈને ભાગી ગઈ....
જેથી મહિલા ગભરાઈ જતાં ત્યાંથી ઊભી થઈ બહાર આવી ગઈ હતી. ડોક્ટરે તેમને પૂછયું કે, ક્યાં જાવ છો? હજુ તમારી સોનોગ્રાફી કરવાની બાકી છે. પણ મહિલાએ કહ્યું હતું કે મારે સોનોગ્રાફી નથી કરાવવી ? રૂમની બહાર જઈને મહિલાએ તેની સાથે આવેલી વ્યક્તિને ઘટનાની જાણ કરી હતી. તેમણે બાદમાં મહિલા તબીબ પાસે સોનોગ્રાફી કરાવી હતી. આ અંગે તેમણે પતિને જાણ કરી હતી. હોસ્પિટલે તપાસ કરાવાતા ડોક્ટરનું નામ વિવેક હોવાનું જાણવા મળતા ફરિયાદ કરાઈ હતી.