આશ્કા જાની, અમદાવાદઃ આજ કાલ લગ્ન પ્રસંગ માટે આપવામાં આવતી કંકોત્રી અનોખી રીતે તૈયાર કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પરંતુ અમદાવાદમાં રહેતા ધર્મેશભાઈએ પોતાની ભત્રીજી માટે જે કંકોત્રી તૈયાર કરી છે તે જોઈને તમને લાગશે કે કંકોત્રી તો આવી જ હોવી જોઈએ. આ કંકોત્રી ની થીમ છે રીયૂઝ. આજકાલ દરેક વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણે સતત વિચારીએ છીએ ત્યારે કંકોત્રી ફરીથી રીયુઝ થઇ શકે તેવું  કદાચ આપણે પહેલીવાર સાંભળ્યું હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધર્મેશભાઈ એ પોતે જ ભત્રીજી માટે પાંચ અલગ અલગ પ્રકારની કંકોત્રી બનાવી છે. તેનો રીયુઝ અને જાળવણી થાય તે વાતને ખાસ ધ્યાનમાં રાખી છે તેમને ભુલાઈ ગયેલા પોસ્ટકાર્ડ પર કંકોત્રી બનાવી છે. તેમજ બ્લાઉઝ પીસ પર કંકોત્રી બનાવી છે.  બહેન દીકરીઓને આવી કંકોત્રીઓ આપવામાં આવશે. તેઓ તેનો બ્લાઉઝ સીવડાવીને ઉપયોગ કરી શકે. સાથે એક સ્લેટ ઉપર જે કંકોત્રી તૈયાર કરી છે જે પ્રસંગ પૂર્ણ થતાં જ તમે તેનો રીયુઝ કરી શકો.


બાળકોને ભણાવવા માટે તેમજ પોતાની જરૂરિયાતની વસ્તુઓની યાદી બનાવવા માટે એનો ઉપયોગ થઈ શકે એક કંકોત્રી એવા પ્રકારની બનાવી છે. જો તમારા ઘરે આવે તો તમે તેને ક્યારેય  તમારા ઘરે આવે તો તમને ક્યારેય ફેકવાનું મન ન થાય કેમ કે તે કંકોત્રી ઉપર તમારો જ ફોટો હોય સામાન્ય રીતે આપણે કંકોત્રી પર લગ્ન કરનાર યુગલ નો ફોટો જોતા હોઈએ છીએ. પરંતુ આ કંકોત્રી એવી છે કે જેને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે જે મહેમાન થઈને આવવાનું છે તેનો જ ફોટો તે કંકોત્રી ઉપર જોવા મળશે. તેથી તેને ફેંકવામાં ન આવે.


આ તમામ કંકોત્રી બનાવવા પાછળ સામાન્ય બજેટ છે પરંતુ ખૂબ જ આકર્ષિત છે સાથે સમાજને  અનેક મેસેજ આપતી આ કંકોત્રી છે જેમાં પાણી બચાવો વીજળી બચાવો પેનલ નો ઉપયોગ કરો દીકરા દીકરીને ભણાવો એક સમાન છે દીકરા દીકરી જેવા અનેક મેસેજ સમાજને આપવાનો પ્રયાસ પણ તમને કર્યો છે જ્યારે તેઓ આ કંકોત્રી આપવા જાય છે ત્યારે લોકો પણ રીયૂઝ ની થીમ વાળી કંકોત્રી જોઈ ખુશ થઈ જાય છે.