યુવક જાતે બોટ ચલાવવા ગયો અને બોટ નદીમાં ઊંધી થઈ ગઈ, સાબરમતીનો વીડિયો વાયરલ
સાબરમતીમાં કાયાકિંગ કરતા પહેલાં ચેતજો! માંડમાંડ બચ્યો યુવકનો જીવ, રેસ્ક્યુનો વીડિયો વાયરલ. આ વીડિયો જોયા બાદ હવે લોકો પહેલાં કરતા વધુ સતર્ક બન્યા છે. તંત્ર દ્વારા પણ આ અંગેની ગંભીર નોંધ લેવામાં આવી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદમાં નીતનવા આયામો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જોકે, સાવચેતી પણ એટલી જ જરૂરી છે. હાલમાં જ સાબરમતી નદીમાં કાયાકિંગ એટલેકે, નાની રબરની બોટ જાતે ચલાવવાની મજા એક યુવકને ભારે પડી. યુવક પોતે હોડી ચલાવી રહ્યો હતો અને બોટ નદીમાં ઊંધી થઈ ગઈ. રિવરફ્રન્ટ પર સાબરમતીમાં કાયાકિંગ સમયે બેલેન્સ બગડતા યુવક નદીમાં પડ્યો, એજન્સીના માણસોએ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો. હાલ સોશિયલ મીડિયામાં રેસ્ક્યુનો લાઈવ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. એની સાથે જ આ વીડિયો જોઈ લોકો કોમેન્ટમાં પોતાના મંતવ્યો જણાવી રહ્યાં છે.
જો તમે પણ સાબરમતી નદીમાં વોટર સ્પોર્ટ્સ કાયાકિંગ માટે જવાનું વિચારી રહ્યાં હોવ તો ચેતી જજો. વોટર સ્પોટની મજા તમને પડી શકે છે ભારે. વોટર સ્પોર્ટ્સની મજા માણતો એક યુવક નદીમાં પડી ગયો હોવાની ઘટના બની હતી. કાયાકિંગ વોટર સ્પોર્ટ્સ કરતી વખતે યુવકે લાઈફ જેકેટ પહેરેલું હોવાથી તે બચી ગયો હતો. આ અંગે જાણ થતા તાત્કાલિક એજન્સીના ક્રુના માણસો રેસ્ક્યુ બોટ લઈ અને યુવક પાસે પહોંચી ગયા હતા. યુવકને નદીમાંથી બહાર કાઢી બોટમાં બેસાડ્યો હતો. જેથી હવે જો રિવરફ્રન્ટ પર કાયાકિંગની તમે મજા માણતા હોય તો સાવચેતી રાખવી જરૂરી છે.
ઉલ્લએખનીય છેકે, સાબરમતી રિવરફ્રન્ટ પર નદીમાં સરદાર બ્રિજથી લઈ આંબેડકર બ્રિજની વચ્ચે કાયાકિંગ વોટર સ્પોર્ટસ એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. બુધવારે બપોરે 12થી 1 વાગ્યા દરમિયાન એક વ્યક્તિને કાયાકિંગ બોટમાં લાઈફ જેકેટ પહેરાવી અને તમામ પ્રકારની માહિતી આપીને બેસાડવામાં આવ્યા હતા. જોકે, થોડે દૂર જતા તેમનું બેલેન્સ બગડી ગયું અને તેઓ નદીમાં પડ્યા હતા. રેસ્ક્યુ કરીને યુવકને બચાવી લેવાયો છે. કાયાકિંગ માટે એક સ્લોટમાં અંદાજે 50 મિનિટનો સમય ફાળવવામાં આવે છે. જોકે, આ વોટર સ્પોટ જોખમી બની શકે છે.
કાયાકિંગની મજા માણતી વખતે એક વ્યક્તિ નદીમાં પડ્યો હતો અમે તેને બચાવવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. કાયાકિંગ કરતી વખતે યુવક નદીમાં પડ્યો હતો. જોકે, તેણે લાઈફ જેકેટ પહેરેલું હોવાથી તે બચી ગયો હતો. યુવક નદીમાં પડતા તેને બચાવવા માટે કાયાકિંગ એજન્સીના માણસો રેસ્ક્યુ બોટ લઇને ત્યાં પહોંચ્યા હતા અને યુવકને નદીમાંથી બહાર કાઢ્યો હતો. કાયાકિંગ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે કુલ 10 જેટલી બોટ લાવવામાં આવી છે. જેમાં સાત બોટ ડબલ સીટર એટલે કે બે વ્યક્તિ બેસી શકે તેટલી અને ત્રણ બોટ એક જ વ્યક્તિ બેસી શકે તેવી રાખવામાં આવી છે.