ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદ નો રિવર ફ્રન્ટ  વિશ્વ વિખ્યાત છે. અમદાવાદ ના આ રિવર ફ્રન્ટ પર રોજ હજારો અને લાખો મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે ત્યારે આ જ રિવર ગ્રાન્ટ ડેથ ફ્રન્ટ પણ બની ગયો છે. આત્રે દિવસે કોઈ ના કોઈ વ્યક્તિ એ આત્મહત્યા કર્યા ની માહિતી મળતી હોય છે ત્યારે નવા વર્ષ ના વળતા દિવસે પણ આ રિવર ફ્રન્ટ માં થી અલગ અલગ સ્થળ પર થી કુલ  ચાર મૃતદેહ મળી આવ્યા છે. જેમાં ત્રણ મૃતદેહ પુરુષ અને એક મૃતદેહ મહિલાની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં દિનપ્રતિદિન આત્મહત્યાની ઘટનાઓ પણ વધી રહી છે. આ બનાવોને અટકાવવા માટે સરકાર દ્વારા પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં એક જ દિવસમાં એવી ઘટના સામે આવી કે સૌ કોઈ ચોંકી ગયા. એક જ દિવસમાં ચાર-ચાર લોકોની લાશ નદીમાંથી મળવાની આ ઘટનાએ પોલીસ તંત્રને પણ દોડતું કરી દીધું છે. આ ચારેય મૃતદેહ ને લઇ ને રિવરફ્રન્ટ પોલીસે તપાસ શરૂ કરી છે જ્યારે પણ પોલીસ ને મૃતદેહ મળી આવ્યા હોય છે ત્યારે સૌથી પહેલા પોલીસે એ તપાસ કરે છે કે આ વ્યક્તિ કોણ છે એટલે તેની ઓળખ કરતી હોય છે ઓળખ થયા બાદ તેના પરિવાર ને જાણ કરવા માં આવતી હોય છે.


ઓળખ થયા બાદ પરિવાર નું પ્રાથમિક પૂછપરછમાં માં સામે આવતું હોય છે કે મૃતક વ્યક્તિ એ આત્મહત્યા કરી છે અને જેના પાછળ નું કારણ ઘર કંકાસ અથવા તો આર્થિક સંકડામણ હોવાનું સામે આવે છે ત્યારે રિવરફ્રન્ટ પર વધતી આત્મહત્યા ને લઇ ને બ્રિજ પર પહેલા રેલીંગ કરવા માં આવી હતી પોલીસે દ્વારા સાઈન બોર્ડ લગાડવા માં આવ્યા છે બ્રિજ પરથી આત્મહત્યા કરવા નું નહિવત થયું છે તો કંટાળેલા લોકો અને આત્મહત્યા કરનાર લોકો હવે રીવરફ્રન્ટ માં નીચે આવી ને આત્મહત્યા કરી રહ્યા ના કિસા વધી રહ્યા છે.