ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત પર હાલ તોળાઈ રહ્યાં છે સકંટના વાદળો. આ અમે નથી કહી રહ્યાં પણ આ સ્થિતિ ઉભી થઈ છે વાતાવરણને કારણે. અને એમાંય આગામી દિવસોમાં જે સ્થિતિ ઉભી થઈ શકે છે તેને કારણે વધારે ચિંતા ઉભી થઈ છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છેકે, આગામી દિવસોમાં ગુજરાતને માવઠાનો માર સહન કરવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છેકે, અરબી સમુદ્રમાં સક્રિય થઈ છે મજબૂત લો પ્રેશર સિસ્ટમ. જે પ્રમાણે હાલ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે એ જોતા આ સિસ્ટમ વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ શકે એવી પુરી શક્યતા છે. મતલબ કે ગુજરાતમાં આવી શકે છે વિનાશક વાવાઝોડું.


આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, 12 ડિસેમ્બર બાદ લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનશે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા ઉદ્ભવેલાં લો પ્રેશરને પગલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 અને 16 ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાશે. અલગ અલગ વરસાદી સિસ્ટમના કારણે કમોસમી વરસાદી આગાહી કરવામાં આવી છે.


કયા-ક્યા પડી શકે છે કમોસમી વરસાદ?
આગાહીકાર અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છેકે, આગામી 15 થી 20 ડિસેમ્બરમાં કમોસમી વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વરસાદની સંભાવના પ્રખર છે. દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 


આ તારીખથી વધશે ઠંડીઃ
તારીખ 12,13 ડિસેમ્બરના રોજ કાતિલ ઠંડી ની પણ આગાહી કરવામાં આવી છે. અલ નિનો ની અસર ના કારણે એક બાદ એક લો પ્રેશર બની રહ્યા છે. જેને કારણે ઠંડીનો પ્રકોપ પણ વધશે. દિનપ્રતિદિન ઠંડીના ચમકારામાં વધારો થવાની પણ સંભાવના છે.