Bageshwar Baba: બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ખાસ કરીને બાબા બાગેશ્વરનો આજે રાજકોટ ખાતે દિવ્ય દરબાર ભરાશે. આજથી બે દિવસ બાબા બાગેશ્વર ધામ સરકાર રાજકોટના પ્રવાસે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને દુર દુરથી આવતા ભક્તોના સવાલોનો બાબા આપશે જવાબ. સામાન્ય રીતે બાબા અરજી લગાવવાનું કહેતા હોય છે. જેની અરજી સ્વીકારાઈ જશે એને બાબા પોતે જ બોલાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં કરાયું છે બાબાના દરબારનું આયોજન?
રાજકોટ ખાતે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત બાબા બાગેશ્વર બે દિવસ રાજકોટમાં ભક્તોના સવાલોનો જવાબ આપશે.


રાજકોટમાં દિવ્ય દરબારની કેવી છે તૈયારી?


  • રાજકોટ માં આજે બાગેશ્વરધામ નાં ધીરેન્દ્ર શાસ્ત્રી નો દિવ્ય દરબાર

  • રેસકોર્સ નાં મેદાન માં આજે સાંજે યોજાશે દિવ્ય દરબાર

  • દિવ્ય દરબાર માં 12સ્થળે પાર્કિંગ

  • દિવ્ય દરબાર માં 10પ્રવેશદ્વવાર

  • બપોર થી દિવ્ય દરબાર માં લોકો ઉમટી પડે તેવી શક્યતા

  • ત્રણ હાજર સ્વયંસેવક ની ટિમો રહેશે તેનાત

  • 1લાખ લોકો આવે તેવી શક્યતા સાથે આયોજન

  • 20હજાર ખુરશી અને 1હજાર સોફા

  • દિવ્ય દરબાર પૂર્વે લોકડાયરો

  • રાજકોટ - બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો આજથી બે દિવસ દિવ્ય દરબાર...

  • સવારે 11 કલાકે કાલાવડ રોડ પર BAPS સ્વામિનારાયણ મંદિરના દર્શનાર્થે...   

  • બપોરે સવારે 1 એ.જી.ચોક ચમત્કારિક હનુમાનજીના મંદિરના દર્શનાર્થે...

  • બપોરે 1.20 કલાકે જનકલ્યાણ હોલ ખાતે રાજકીય, સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરે તેવી શકયતા...

  • સાંજે 6 વાગ્યે રેસકોર્સમાં આયોજિત દિવ્ય દરબારમાં આપશે હાજરી


ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. બાબા બાગેશ્વરે પહેલા દક્ષિણ ગુજરાતમાં સુરતમાં દિવ્ય દરબાર યોજાયો હતો. જે બાદમાં મધ્યગુજરાતમાં અમદાવાદ અને બાદમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. આ દરમિયાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં પણ તેઓ પ્રવાસે ગયા હતા. જ્યાં હિંમતનગરની ખાનગી ફેક્ટરીનું ઉદ્ઘાટન પણ બાબા બાગેશ્વરના હાથે કરવામાં આવ્યું હતું.