ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદમાં બનેલી એક ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધાં. સૌથી વધારે ચોંકી ઉઠી પોલીસ. કારણકે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કે જ્યાં ખુંખાર આરોપીઓને પકડીને લાવવામાં આવે છે, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવે છે. જ્યાં એક થી એક બાહોશ પોલીસ અધિકારીઓ હાજર હોય છે. અમદાવાદના એ ક્રાઈમ બ્રાંચના કેમ્પસમાંથી મળી આવી છે એક 32 વર્ષિય મહિલા તબીબની લાશ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

32 વર્ષિય મહિલા તબીબની આત્મહત્યાઃ
ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં જ એક ૩૨ વર્ષીય મહિલા તબીબે પગમાં ઈન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધાની ચોંકાવનારી ઘટના બની છે. મહિલા તબીબ ઈકોનોમીક્સ ઓફેન્સ વીંગમાં કોઈ રજૂઆત કરવા માટે આવી હતી. જો કે તેને ધમકાવીને બહાર કાઢી મુકતા તેણે હતાશ થઈને અંતિમ પગલું ભર્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 


શિવરંજની પાસે પીજીમાં રહેતી હતી યુવતીઃ
ક્રાઈમબ્રાંચમાં આવેલા વસંત રજબ સ્મારક પાસેના બાકડા પર બુધવારે મોડી સાંજે એક મહિલા બેભાન હાલતમાં જોવા મળી હતી. જેથી પોલીસના સ્ટાફે તપાસ કરતા તેની પાસે ઈન્જેક્શન મળી આવતા કઈક શંકાસ્પદ જણાઇ આવ્યું હતું. જેથી તાત્કાલિક ૧૦૮ના સ્ટાફને જાણ કરીને તપાસ કરવામાં આવતા મહિલા મૃત હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા મૃતક મહિલાનું નામ ડૉ. વૈશાલી જોષી હોવાનું ખુલ્યું હતું. જે શીવરંજની પાસે પીજીમાં રહેતી હતી અને મુળ બાલાસિનોર પાસેના વિરપુર ગામની વતની હતી. 


પોતે જ પોતાના પગ પર ઈંજેક્શન મારી લીધું હોવાનું સામે આવ્યું કારણઃ
વધુ તપાસમાં વિગતો ખુલી હતી કે મહિલા ઈકોનોમીક્સ ઓફેન્સ વિંગમાં અનેકવાર કોઈ રજૂઆત માટે આવતા હતા. પરંતુ. તેમની વાતને ધ્યાનમાં લેવામાં આવતી નહોતી. બુધવારે તે ક્રાઈમબ્રાંચ આવ્યા હતા. પરંતુ, પોલીસે તેમને ધમકાવીને કાઢી મુકતા તે હતાશ થઈને ક્રાઈમબ્રાંચના કેમ્પસમાં આવેલા બાંકડા પર બેઠા હતા અને આત્મહત્યા કરી હતી. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે તપાસ શરૂ કરી છે. EOWમાં રજૂઆત માટે અનેક ધક્કા ખાધા હતા :પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ધમકાવીને કાઢી મુકાયાની ચર્ચાએ જોર પકડ્યું છે.