• વડોદરામાં કોર્પોરેટરે વિધાનસભાના દંડકને તોફાની મોનિટર ગણાવ્યા

  • ક્લાસ તોફાની મોનિટર તરીકે દંડક બાલકૃષ્ણ શુક્લાની કરી તુલના

  • વોર્ડ 6ના કોર્પોરેટર હેમીષા ઠક્કરે બાલકૃષ્ણ શુક્લાને તોફાની મોનિટર ગણાવ્યા

  • ક્લાસમાં સૌથી તોફાની અને મનમાની કરનારને મોનિટર બનાવાય છે

  • 'તેવી જ રીતે બાલકૃષ્ણ શુક્લા વિધાનસભાના દંડક છે'

  • પોતાના પ્રવચન દરમિયાન હેમીષા ઠક્કરે ભાંગરો વાટયો


Shala Praveshotsav : વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટ અચાનક લાઈમ લાઈટમાં આવી ગયા. તેનું કારણ હતું તેમણે વિધાનસભાના દંડક અંગે કરેલું વિવાદિત નિવેદન. વડોદરા મહિલા ભાજપના કોર્પોરેટરે શાળા પ્રવેશોત્સવ દરમિયાન એવું તો શું કહ્યું કે, કાર્યક્રમમાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. એટલું જ નહીં પળવારમાં આ સમાચારો વિવિધ માધ્યમોમાં વાયુવેગે વહેતા થઈ ગયાં. મહિલા કોર્પોરેટરને જરાય અંદાજો નહીં હોય કે તેઓ જે બોલી રહ્યાં છે તેની અસર શું થશે....જાણો શું હતી સમગ્ર ઘટના...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિ દ્વારા આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ થયો. જેમાં વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લ જે બાલકૃષ્ણ શુક્લ તરીકે પણ ઓળખાય છે. તેમની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના મહિલા કોર્પોરેટર હેમીષાબેન ઠક્કરે મોટો ભાંગરો વાટ્યો. ભાજપના મહિલા કોર્પોરેટર હેમીષાબેન ઠક્કરે વિધાનસભાના દંડકની તુલના તોફાની મોનિટર સાથે કરી.


ભાજપના મહિલા કોર્પોરેટર હેમીષાબેન ઠક્કરે પોતાના સંબોધનમાં જણાવ્યુંકે, જેમ સ્કૂલમાં જે સૌથી તોફાની વિદ્યાર્થી હોય છે તેને મોનિટર બનાવવામાં આવતો હોય છે. તેમ વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ એક તોફાની મોનિટર જેવા છે. મહિલા કોર્પોરેટરના આ નિવેદનનો વીડિયો હાલ વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલા કોર્પોરેટર હેમીષાબેનનું આ નિવેદન ભાજપ સંગઠનમાં પણ ચર્ચાનો મુદ્દો બન્યું.


ઉલ્લેખનીય છેકે, શિક્ષણ સમિતિ દ્વારા ત્રણ દિવસ પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા અને તમામ આગેવાનો અધિકારીઓએ વધુને વધુ બાળકો શિક્ષણનો લાભ લે અને કોઈ બાળક શિક્ષણથી વંચિત રહે નહીં તે માટેના પ્રયત્નો કરવા અપીલ કરી હતી.


પ્રવચન દરમિયાન ભાજપના મહિલા કાઉન્સિલર હેમીષાબેન ઠક્કરે વિધાનસભાના દંડકની બાળકોને ઓળખાણ આપતા કટાક્ષમાં જણાવ્યું હતું કે, દંડક એટલે મોનિટર. અમે જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે જે વિદ્યાર્થી તોફાની હોય તે જ વિદ્યાર્થીને મોનિટર બનાવવામાં આવતા હતા. ગુજરાત વિધાન સભાના દંડક અને રાવપુરા વિધાન દંડક બાળું શુક્લની મજાક ઉડાવતા જણાવ્યું કે, દંડક એટલે શું ? દંડક એટલે મોનિટર. હું શાળામાં ભણતી હતી ત્યારે પરંપરા હતી.


ભાજપના મહિલા કાઉન્સિલરે વધુમાં જણાવ્યું હતુંકે, શાળામાં મસ્તીખોર હોય, કોઈનું ન સાંભળી મનમાની કરે, રેગ્યુલર હાજર ન રહે, લેશન કમ્પ્લીટ ન કર્યું હૉય તેવા બાળકને અમે મોનિટર બનાવતા હતા. મોનિટર એટલે કલાસની સાળ સંભાળ રાખનાર તેવા વિધાનસભાના દંડકનું તાળીઓથી અભિવાદન કરો. આમ ઉદ્દબોધન દરમ્યાન હેમીષા ઠક્કરે ભાંગરો વાટયો હતો. અને ધમાલિયા ક્લાસ મોનીટર જેવા દંડક બાળુભાઈ શુક્લની તુલના કરતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો.