આજે તહેવારોનો ત્રિવેણી સંગમઃ ચૈત્ર નવરાત્રિ, ગૂડી પડવો અને ચેટીચંડની રાજ્યભરમાં ઉજવણી
હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ તુ, વસંત તુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ હિન્દૂ શાસ્ત્રો મુજબ આજના જ દિવસે એટલેકે, ચૈત્ર સુદ એકમના જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિનો પ્રારંભ કર્યો હતો. તેની સાથે પણ એક વિશેષ દંતકથા જોડાયેલી છે. જેનું પૌરાણિક ગ્રંથો તેમજ શિવમહાપુરાણ અને વિષ્ણુ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આજના દિવસને પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે. ચૈત્ર મહિનાની શરૂઆત સાથે આજે મહારાષ્ટ્રીયનોના નવા વર્ષ ગૂડી પડવાની પણ ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત આજથી સિંધીઓના નવા વર્ષનો પણ પ્રારંભ થઈ રહ્યો છે.
તેથી રાજ્યભરમાં વરસતા સિંધી સમાજના લોકો આજે ચેટીચંદની ઉજવણી કરશે. આ બાબતનો ઉલ્લેખ અથર્વવેદ, શતપથ બ્રાહ્મણના ગ્રંથોમાં પણ જોવાવા મળે છે. એક પૌરાણિક માન્યતા અનુસાર આ પવિત્ર દિવસે ભગવાન રામનું રાજ્યારોહણ થયું હતું. ચૈત્રિ નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. એ નિમિતે અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી સહિતના શક્તિપીઠોમાં દર્શનાર્થે આવતા લાખો માઈભક્તો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
શાસ્ત્રોમાં આજનો મહિમાઃ
હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ તુ, વસંત તુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે. ચૈત્રી નવરાત્રિમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. જે ભક્તો મા શક્તિની આરાધના કરતા હોય તેમના માટે નવરાત્રિ પરમ શુભદાયી કુળદાયી પવિત્રઅવસરછે.
ચેટીચંડની ઉજવણીઃ
સિંધી સમાજના ઈષ્ટ દેવતા ભગવાન. ઝુલેલાલના અવતરણ દિવસ ચેટીચંડની ઉજવણી ગુરુવારે કરવામાં આવશે. તેથી આજે અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં સિંધી સમાજના લોકો પાલખી યાત્રા કાઢીને ચેટીચંદની ઉજવણી કરશે.