જયેશ જોશી, નર્મદાઃ શું તમે પણ વધતા જતા લાઈટ બિલથી પરેશાન છો? એકવાર સોલર પેનલ લગાવો અને લાઈટ બિલની ઝંઝટમાંથી છૂટકારો મેળવો. ખુદ ગુજરાત સરકાર પણ હવે આ વાત પર ભાર મુકી રહી છે. ઉલ્લેખનીય છેકે, હાલ પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે તેમણે કહેલી વાતનું આપણે અનુકરણ કરવું જોઈએ એવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાણાવ્યુંકે, ગુજરાતમાં હવે ઘરેઘરે સોલર પેનલો લાગી રહી છે. વિજળીની બચત થઈ રહી છે. રિન્યુએબલ એનર્જી મુદ્દે સીએમ ભૂપન્દ્ર પટેલે જણાવ્યુંકે, આખા દેશમાં સૌથી વધુ સોલર પેનલ જો લાગી હોય તો એ ગુજરાતના ઘરો પર છે. અત્યારે ગુજરાતમાં 4 લાખથી વધુ ઘરોમાં સોલર પેનલ લગાવાઈ છે. આ સ્પષ્ટ સંકેત છે કે ગુજરાત પણ હવે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વધુ અગ્રેસર થતું નજરે પડી રહ્યું છે. PM મોદીએ ભારતને પાંચ ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાનું મોટું સપનું જોયું છે તેમાં આ રિન્યુએબલ સેક્ટર મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત અત્યારે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પણ અગ્રેસર છે. પ્રધાનમંત્રી મોદીના વિઝન હેઠળ અત્યારે ગુજરાતમાં સૌરઉર્જાના વપરાશને લગતી પહેલ પણ જોરશોરથી ચાલી રહી છે. તેવમાં જો સમગ્ર દેશની વાત કરીએ તો ગુજરાતમાં દેશમાં સૌથી વધુ 4 લાખ ઘરોમાં સોલર પેનલ લગાવાઈ છે. આનાથી સંકેત આપ્યા છે કે આગામી સમયમાં પણ ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં અગ્રેસર બની રહેશે.


સતત રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપે છે ગુજરાત સરકારઃ
ગુજરાત સરકાર પણ રિન્યુએબલ એનર્જીને સતત પ્રોત્સાહન આપતી નજરે પડી રહી છે. તેવામાં ગુજરાત રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ચારણકા સોલાર પાર્ક તથા સોલર રૂફટોપ જેવા વિવિધ પ્રોજેક્ટ્સે અલગ જ દિશા સૂચવી છે. મુખ્યમંત્રીના આ નિવેદનથી સ્પષ્ટપણે ભવિષ્યમાં ગુજરાત પણ રિન્યુએબલ એનર્જી સેક્ટર ક્ષેત્રે ઘણું આગળ વધશે એવા સંકેતો આપ્યા છે. આ અંગે સરકાર દ્વારા પણ સારી પહેલ શરૂ કરાઈ છે.


રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પણ અવ્વલ તેવામાં 2025માં આ 41 ગીગાવોટ તથા 2030 સુધીમાં 66 ગીગાવોટ સુધી ગ્રીન-ક્લીન એનર્જીનું ઉત્પાદન થાય એવું વિઝન રાખ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગ્રીન ક્લીન એનર્જી ઉત્પાદન દ્વારા કાર્બન ઈમીશનનો નિર્ધાર પાર પાડવાનું લક્ષ્યાંક પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યું હતું.