ઝી બ્યૂરો, અમદાવાદઃ બદલાતા સમયની સાથે હવે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ સહિતના સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ સતત વધી રહ્યો છે. નાના-મોટા સૌ કોઈ હવે આ સોશ્યિલ પ્લેટફોર્મ પર જોવા મળે છે. તેવામાં ફેસબુકમાં અજાણી મહિલાની ફ્રેન્ડ રિકવેસ્ટ જોઈને ઘણાં લોકોને ગલગલિયા થવા માંડે છે...રૂપસુંદરી જેવો ફોટો જોઈને યુવાનોથી માંડીને મોટી વયના લોકો પણ તેની સાથે મિત્રતા કરે છે, અને પછી સમાજમાં બદનામી વહોરવાનો વારો આવે છે. બદનામીથી બચવા આવા લોકોએ આ ગોરખધંધો કરતા લોકોને તગડી રકમ ચુકવવી પડે છે. ત્યારે આ આર્ટિકલ તમારી આંખો ખોલી દેશે. ખુબસુરત ચહેરાઓ અને મધુર અવાજની માયાજાળમાં ફસાઈને લોકોને કેવી રીતે પોતાનું ઘર-બાર વેચવાનો વારો આવે છે, અને માત્ર એક કોલથી કઈ રીતે તમારી આખી દુનિયા લૂંટાઈ શકે છે. હાલમાં જ અમદાવાદમાં સામે આવ્યો આવો જ એક કિસ્સો જેમાં મોબાઈલ પર 'ગલગલિયા' કરવા જતાં વેપારી પાસેથી ખંખેરી લેવામાં આવ્યાં કરોડો રૂપિયા! 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ ફોન પર કપડાં ઉતાર્યાને છોકરી 2.69 કરોડ ખંખેરી ગઈ, અમદાવાદના બિઝનેસમેનને ભારે પડ્યો..


મળતી માહિતી મુજબ અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા આધેડ જરા શોખીન હતા. જોકે, તેમને આ શોખ ભારે પડ્યો. મોબાઈલ પર યુવતીએ તેમને વરચ્યુઅલ સેક્સની ઓફર કરી. શોખીન કાકા...મોબાઈલ પર ઉઘાડી સ્વરૂપવાન યુવતીને જોઈને પાણીપાણી થઈ ગયા. યુવતી પણ આ આધેડને ખુશ કરતી રહી અને એક એક કપડાં ઉતારીને શરીરના ઉતારચઢાવ બતાવતી રહી. થોડીવાર સુધી આ વરચ્યુઅલ સેક્સનો ખેલ ચાલ્યો. પછી અચાનક કોલ કટ થઈ ગયો. ઘડીકવારમાં ફરી એજ નંબરથી ફોન આવ્યો અને વોટ્સએપ પર વેપારીનો યુવતી સાથેનો બિભત્સ વીડિયો પણ મોકલી દેવામાં આવ્યો. બસ એના પછી તો ઈજ્જત બચાવવાના ચક્કરમાં વેપારીએ પોતાની તિજોરી ખાલી કરી નાંખવાની ફરજ પડી. આ કિસ્સો પ્રકાશમાં આવતા જ અમદાવાદ પોલીસ પણ ચકડોળે ચઢી છે. કે આખરે તેમના નાક નીચેથી આ રીતે કોણ કરોડોનું ફૂલેકું ફેરવી ગયું?


ઉલ્લેખનીય છેકે, છેલ્લાં કેટલાંક સમયમાં ગુજરાતમાં હનીટ્રેપના આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યાં છે. અને સતત આ પ્રકારના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. જેને બીજા શબ્દોમાં HONEY TRAPE કહેવામાં આવે છે. ત્યારે જાણીએ કે આખરે શું છે આ હનીટ્રેપ અને શું ખરેખરાં આમાં કોઈને 'હની' મળી છેકે, પછી માત્ર ટ્રેપમાં જ ફસાવવાનો વારો આવે છે એ પણ જાણીએ આ આર્ટિકલ દ્વારા. તેમજ તમારી સાથે આવું ન બને એ માટે તમારે શું તકેદારી રાખવી તે અંગે પણ વિગતવાર માહિતી તમને અહીં મળશે.


ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરમાં આ પ્રકારની ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ખુબસુરત ચહેરો જોઈને લલચાઈ જનારા લોકો માટે આ કિસ્સાઓ લાલબત્તી સમાન છે. ઘડીભરની મજા માણવાના ચક્કરમાં સામાન્ય માણસથી લઈને મંત્રી-સંત્રીઓ જિંદગીભરની ઈજ્જત, પદ-પ્રતિક્ષા અને પૈસા ગુમાવી બેસે છે અને બની જાય હનીટ્રેપનો શિકાર...નેતાઓ, પોલીસકર્મી અને સાધુ-સંત પણ બની ચૂક્યા છે HONEY TRAPનો ભોગ...જાણો તમને કેવી રીતે જાળમાં ફસાવે છે રૂપસુંદરીઓ? અને તમારી નાની અમથી ભૂલ તમને કેવી રીતે ભારે પડી શકે છે એ પણ જાણો..


કેવી રીતે આચારવામાં આવે છે હનીટ્રેપનું કૌભાંડ?
તમારા મોબાઈલ સ્ક્રીન પર અચાનક એક વીડિયો કોલ આવે છે. સામે પક્ષે ખરેખર સુંદર દેખાતી યુવતી જ હોય છે. તે તમારી સાથે દોસ્તી કરવાની વાત કરે છે. યુવતી એટલી સ્વરૂપવાન હોય છેકે, હજુ તો તમે તેને નીહાળી રહ્યાં હોય ત્યાં તો એ યુવતી એકબાદ એક તમારી સામે મોબાઈલ કેમેરાની સામે એકબાદ એક પોતાના કપડાં ઉતારવા માંડે છે. લલચાઈને લોકો આ દ્રશ્યો જોયા કરે છે. ત્યાં જ બીજું બાજું મોબાઈલ સ્ક્રીન પર તમારા ચહેરાનું પણ સ્ક્રીન રેકોર્ડિંગ થઈ રહ્યું હોય છે. થોડીવારમાં ગલગલિયાનો ખેલ ખલાસ થઈ જાય છે. સ્ક્રીન અચાનક ઓફ થઈ જાય છે. તમે ફરી ફોન આવવાની રાહ જોતા હોય છે. આ વખતે ફરી ફોન તો આવે છે પણ એમાં વીડિયો નહીં ઓડિયો કોલ આવે છે અને તમારી પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે. એ મિનિટે તમારા વોટ્સએપ પર તમારો બિભત્સ વીડિયો ચેટિંગનો વીડિયો મોકલી દેવામાં આવે છે.


અત્યાર સુધી આ ટોળકી સામાન્ય નાગરિક, મોટા ઉદ્યોગપતિ અને રાજકીય નેતાને ટાર્ગેટ કરતી હતી..પરંતુ તાજેતરમાં જ આ ટોળકીએ પોલીસકર્મચારી, મંદિરના સાધુ-સંતો સહિતના ઘણા લોકોનો બિભત્સ વીડિયો બનાવીને પૈસાની માંગણી કરતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે... અને જો પૈસાની માગ ન સંતોષાય તો બિભત્સ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી અપાય છે.


કેવી રીતે બની શકે છે તમારો બિભત્સ વીડિયો?
રાહુલ (નામ બદલેલ છે) નામના યુવાને જ્યારે તેની આપવિતી જણાવી ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ....જીં હા રાત્રિના 10થી 12 વાગ્યાના સમયે ફેસબુક મેસેન્જરમાં યુવાન પર એક સ્વરૂપવાન છોકરીનો મેસેજ આવ્યો...યુવાન સાથે છોકરીએ થોડીક વાર વાત કરી, અને યુવાનને રોમાન્સ કરવા કહ્યું..યુવાનની બેદરકારી તેને જ ભારી પડી...


કેવી રીતે બન્યો વીડિયો?
યુવાનને  પોતાનો નંબર આપ્યા બાદ યુવતીએ વોટ્સએપ કોલ કર્યો...જોત જોતાંમાં યુવતીએ પોતાના કપડાં ઉતારી દીધાં.નગ્ન અવસ્થામાં દેખાતી યુવતીને જોઈને યુવાને સેક્સની લાલચ જાગી અને પોતાના વસ્ત્ર ઉતારી નાંખ્યા..વોટ્સએપ કોલમાં બિભત્સ ચેનચાળા કરતી યુવતીએ સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ કોલ કાપી નાંખ્યો....થોડીકવાર પછી યુવાનના ફોનમાં મેસેજ આવ્યો...જેમાં તેનો બિભત્સ વીડિયો જોવા મળ્યો..


ટોળકીએ આપી ઘમકી:
હવે આ ટોળકીએ પૈસાની માગ કરી, પૈસા નહીં આપો તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી. જો તમે પૈસા આપશો તો તમારી પાસેથી વધુ પૈસાની માગ કરાશે, HONEY TRAPનો શિકાર બની ગયા પછી તમને ભાન થશે કે આ મારાથી શું થઈ ગયું.  


તાજેતરમાં પોલીસકર્મી,નેતા, સાધુ બન્યા છે ભોગ:
તાજેતરમાં જ સુરત ગ્રામ્યના એક PSI, ગુજરાતના દિગ્ગજ રાજનેતા, અને એક સાધુનો બિભત્સ વીડિયો વાયરલ થયો હતો..આ ટોળકી  પૈસા કમાવવા માટે ગમે તે વ્યક્તિને HONEY ટ્રેપનો શિકાર બનાવે છે. વીડિયો વાયરલ થયા બાદ સમાજ અને ઘર પરિવાર સામે તમારી શું ઈજ્જત રહેશે?


નિષ્ણાંતોનો મતઃ
ઓનલાઈન ડેટીંગ એપ્લિકેશનના શોખીન જ આ હનીટ્રેપ ના શિકાર બનતા હોય છે. ટિન્ડર જેવી એપ્લિકેશન પર યુવતી સાથે સુંવાળા સબંધ થઈ જતા પુરુષ અને યુવતી ફોન પર મુલાકાત કરે છે અને બાદમાં આ મુલાકાત રૂમ સુધી પહોંચે છે. કેટલાય એવા પુરુષો છે જે પત્નીના શારીરિક સુખથી સંતુષ્ટ નથી હોતા અથવા એકલા હોય છે. એવા લોકો મજા માણવાના ચક્કરમાં ખરાબ રીતે ફસાઈ જાય છે.


કેસ સ્ટડીઃ
કિસ્સો- (1) બિઝનેસમેન યુવતીના સંપર્કમાં આવ્યો અને બન્યો HONEY TRAPનો શિકાર:
અમદાવાદ શહેરમાં રહેતા એક વેપારીને પત્ની સાથે છૂટાછેડા થઈ જતા તે પત્ની વિનાનું જીવન જીવતા હતા. ત્યારે તેઓએ ટીન્ડર એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં તેઓની એક યુવતી સાથે મિત્રતા થઈ . તેને મળ્યા બાદ તેઓ એક ફ્લેટમાં ગયા હતા. જ્યાં યુવતીએ તેના કપડા ઉતાર્યા અને એટલા માં જ કેટલાક લોકો ફ્લેટમાં ઘુસી ગયા ને વેપારી હનીટ્રેપનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું. આ ગેંગ એ 20 લાખ રૂપિયા માંગ્યા હતા અને વેપારીને કિડનેપ કર્યો હતો.


કિસ્સો- (2) એક PSI બન્યા હનીટ્રેપનો શિકાર:
સુરત ગ્રામ્યના એક PSIને પોતાની સેક્સની તીવ્ર ઈચ્છા પોતાને જ ભારે પડી...અજાણી યુવતીનો વીડિયો કોલ ઉપાડીને સુરતના ગ્રામ્યના PSI જ HONEY TRAP નો ભોગ બન્યા. ડિપાર્ટમેન્ટમાં PSIની ઈજ્જત તો ગઈ....સાથે સાથે PSIને પોતાના બિભત્સ વીડિયોથી સમાજમાં નીચે જોવાનો વારો આવ્યો...


કિસ્સો- (3) વડોદરા મંદિરના પૂજારીનો વીડિયો:
તાજેતરમાં જ વડોદરામાં એક મંદિરિના પૂજારી પણ HONEY TRAPનો શિકાર બન્યા....પૂજારીને સેક્સની લાલચ આપીને યુવતીએ વીડિયો બનાવી લીધો અને વીડિયો વાયરલ કર્યો.