હિમાંશુ ભટ્ટ, મોરબી: મોરબીમાં થોડા દિવસો પહેલા સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેના આપતીજનક ફોટો વાઇરલ કરવાની ધમકી આપીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું તેની સહી હજુ સુકાઈ નથી. ત્યાં મોરબીના રવાપર રોડ ઉપરની ગારમેન્ટની દુકાનમાં કામ કરતાં શખ્સે સગીરાને દુકાનના ચેન્જ રૂમમાં લઈ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. તેમજ રવાપર પાસે આવેલ ફુડ કાફેમા લઈ જઈને ત્યાં બોક્સમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના આપતીજનક ફોટા પાડી લીધા હતા. અને તેને વાયરલ કરવાની ધમકી આપી અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી સગીરાએ તેની માતાને આ બનાવની જાણ કરતાં તેની માતાએ એ ડડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હોય સગીરાની માતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા મુસ્તુફા દલવાણી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેણીએ જણાવ્યું છે કે, મોરબીના રવાપર રોડ ઉપર આવેલા ગારમેન્ટની દુકાનમાં આરોપી મુસ્તુફા દલવાણી કામ કરે છે ત્યાં આવેલ ચેન્જ રૂમમાં આરોપી ફરિયાદીની સગીર દીકરીને લઈને ગયો હતો. અને ત્યાં આરોપીએ ફરિયાદીની સગીર દીકરીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને તેના ફોટો પડી લીધા હતા જેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી અને ત્યાર બાદ સગીરાને તેની માતાને મારી નાખવાની ધમકી આપીને મોરબીના રવાપર ગામ પાસે આવેલ ફૂડ એન્ડ જોય નામના કાફેમાં આવેલ બોક્સમાં આરોપી ફરિયાદીની દીકરીને લઈને ગયો. અને અને ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે એ ડિવિઝન પીઆઇ હુકુમતસિંહ જાડેજા દ્વારા કાલિકા કોર્ટમાં રહેતા મુસ્તુફા દલવાણી સામે આઇપીસી કલમ ૩૭૬ (૨) એન, ૫૦૬ (૨), પોક્સો ૫ એલ અને ૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે


વધુમાં મળતી માહિતી મુજબ સગીરા ઇંગ્લિશ મીડીયમ શાળામાં ભણતી હોય તેનું એકટીવા પાર્કિંગમાં ફસાઈ ગયું હતુ જેથી કરીને એક્ટિવા કાઢવામાં અયાન આરબ નામના યુવાને મદદ કરી હતી અને ત્યાર બાદ આ શખ્સે સગીરા સાથે મિત્રતા કરી હતી. અને ત્યાર પછી અયાને મુસ્તુફા દલવાણી નામના શખ્સની સાથે સગીરાની ઓળખાણ કરાવી હતી અને સગીરા સાથે મુસ્તફાએ સ્નેપચેટ એપ્લિકેશન વડે સંબંધ કેળવ્યો હતો અને બાદમાં તે જ્યાં કામ કરતો હતો. તે રવાપર રોડ ઉપર આવેલ રેડીમેટ ગારમેન્ટની દુકાનમાં આવેલ ચેન્જ રૂમમાં તેમજ ફૂડ કાફેમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે હાલ ભોગ બનેલ સગીરાની માતા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડી પાડવા તજવીજ ધરું કરી છે. જો કે, મોરબીના હાઇવે વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં આવેલ સ્પા, હોટલ, ફૂડ કાફે, રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પૂલ, જીમ, ડાન્સ ક્લબમાં સમયાંતરે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે તો જ આ દૂષણને ડામી શકાય તેમ છે કેમ કે, સ્પા, હોટલ, રેસ્ટોરન્ટ, ફૂડ કાફે વિગેરે જેવા સ્થળો વ્યભિચારના કેન્દ્રો બની ગયા હોય તેવો ઘાટ મોરબી સહિત ગુજરાતમાં જોવા મળી રહ્યો.