ચેતન પટેલ, સુરતઃ સુરતમાં એક પૂર્વ પતિએ ક્રુરતાની તમામ હદો વટાવી દીધી. રાંદેરની આ ઘટનામાં પૂર્વ પતિએ જ પૂર્વ પતિને HIV પોઝિટિવ યુવકના લોહીનું ઈન્જેક્શન આપી દીધું. કહેવાય છે કે, શંકા માણસને આંધળો કરી દે છે. તેને કોઈ જ ભાન નથી રહેતું. આવી જ ઘટના સુરતથી સામે આવી છે. રાંદેર વિસ્તારમાં પૂર્વ પતિએ શંકાના આધારે એવી સજા આપી કે પૂર્વ પત્નીનું જીવન બરબાદ થઈ ગયું છે. આ પૂર્વ પતિને તેની પૂર્વ પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી અને તેણે પૂર્વ પત્ની સાથે એવું હેવાનિયતભર્યું કૃત્ય કર્યું કે, તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાંદેરના આ હેવાન પૂર્વ પતિએ પૂર્વ પત્નીને HIV પોઝિટિવ યુવાનનું લોહી ઈન્જેક્શનના માધ્યમથી ચડાવી દીધું. પૂર્વ પતિને પૂર્વ પત્ની પર શંકા હતી. તો તેનું સમાધાન લાવવાના બદલે તેણે પૂર્વ પત્નીને પિશાચી સજા આપી અને તેને જીવનભરનો રોગ આપી દેવાનો પ્રયાસ કર્યો. HIV પોઝિટિવ લોહી ચડાવાયા બાદ પીડિતા  બેભાન થઈ હતી અને તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.


પીડિતો હોશમાં આવતા તેના પૂર્વ પતિની કરતૂતનો પર્દાફાશ થયો હતો. પૂર્વ પત્નીએ પૂર્વ પતિએ તેને ઈન્જેક્શન માર્યાનું જણાવ્યું. આ મામલે પોલીસે જ્યારે પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે, પૂર્વ પતિએ તેને HIV ગ્રસ્ત યુવાનનું લોહી ઈન્જેક્શનના માધ્યમથી ચડાવ્યું છે. પોલીસ પણ આ વાત સાંભળીને ચોંકી ઉઠી હતી અને હાલ પોલીસે આ હેવાન પૂર્વ પતિની ધરપકડ કરી છે.


બે મહિના પહેલા આ યુગલના છૂટાછેડા થયા હતા. પરંતુ આ પૂર્વ પતિના મનમાં બીજો જ કોઈ પ્લાન હતો. જેથી તેણે પૂર્વ પૂર્વ પત્નીને ક્રિસમસ નિમિતે મળવા બોલાવી. અડધો દિવસ તેઓ સાથે પડ્યા અને સાંજે છુટા પડવાના સમયે પૂર્વ પતિએ તેને ઈન્જેક્શન આપી દીધું. જો કે, ઘટનાની જાણ થતા જ રાંદેર પોલીસ એક્ટિવ થઈ હતી અને ગણતરીના કલાકોમાં જ પતિની અટકાયત કરી હતી.