Gujarat Weather Forecast: ફરી એકવાર ગુજરાત પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો. ગુજરાતની ધરતી પર આકાશથી તોળાઈ રહ્યું છે મોટો સંકટ. ઉનાળા અને ચોમાસાની સિઝનની સંતાકુકડી વચ્ચે ગુજરાતના માથે આવીને ઉભું છે વાવાઝોડાનું જોખમ. અરબી સમુદ્રમાં તો વાવાઝોડું સક્રિય થવાનું છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે. અરબ સાગરનું તાપમાન ઊંચું હોવાના કારણે વાવઝોડું સક્રિય થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવઝોડું મજબૂત બનવાની શકયતા રહેશે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુંક, આગામી 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. 15થી 17 જૂને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. 22થી 25 જૂને અન્ય વિસ્તારમાં ચોમાસું બેસી શકે છે. પિયતની સુવિધા હોય તેઓ વાવણી કરી શકે છે.


ગુજરાત માટે કેમ જોખમી છે અરબી સમુદ્રમાં થતી હલચલ?
હાલ ભરઉનાળે જે પ્રકારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે એ એક ગંભીર બાબત છે. ગુજરાતના માટે મસમોટા વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. જે અરબી સમુદ્રમાં થતી હલચલને કારણે છે. બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ જણાવે છેકે, થોડા જ ટાઈમમાં અરબી સમુદ્રમાં ભયંકર વાવાઝોડું સક્રિય થશે. બીજી તરફ બંગાળના ઉપસાગરમાં પણ વાવઝોડું સક્રિય થવાનું અનુમાન છે. આ બંને વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંધ થઈ જશે.


ક્યારે સક્રિય થશે વાવાઝોડુ?
આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં 3થી 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થઈ શકે છે. એટલું જ નહીં બંગાળની ખાડીમાં 7થી 10 જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થઈ શકે છે. 


એક સાથે બબ્બે વાવાઝોડાનું જોખમઃ
વાવઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે. બે વાવાઝોડા સક્રિય થવાનું કારણ છે હવાનું દબાણ. આવું ક્યારે બન્યું નથી, પહેલી વખત આવું બનશે અને વિશિષ્ટ સ્થિતિ જોવા મળશે. અરબી સમુદ્રમાં 3થી 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થશે અને બંગાળની ખાડીમાં 7થી 10 જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થશે. વાવઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે. બે વાવાઝોડા સક્રિય થવાનું કારણ છે હવાનું દબાણ. આવું ક્યારે બન્યું નથી, પહેલી વખત આવું બનશે અને વિશિષ્ટ સ્થિતિ જોવા મળશે.


ગુજરાતમાં ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદઃ
ગુજરાતમાં વાવઝોડાના કારણે 7થી 11 જૂન વચ્ચે વરસાદ આવવાની શક્યતા રહેશે. 8થી 10 જૂનમાં ભારે વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે.  ચક્રવાતનો માર્ગ ઓમાન તરફનો હોય અથવા સૌરાષ્ટ્ર તરફનો પણ હોઇ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થતો હોય છે. ચક્રવાત બન્યા પછી ગુજરાત તરફનો માર્ગ હશે તો રોહિણી નક્ષત્ર ઉતરતા સારો વરસાદ થશે. ઓમાન તરફ જશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શક્યતા રહેશે.


ક્યા-ક્યા રાજ્યોમાં થશે વાવાઝોડાની અસર?
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું અનુસાર, અરબ સાગરનું વાવાઝોડું દક્ષિણ ભારત, કેરળ, કર્ણાટક, મુંબઇ અને ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે.