હરેન ચાલિહા, દાહોદઃ દાહોદ જિલ્લામાં બનેલી ગોજારી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. કારણકે, અહીં શાળાના સંચાલકોની બેદરકારીના કારણે એક માસુમ બાળકીને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. દાહોદ જિલ્લાની રામપુરા શાળાનો બહારનો દરવાજો અચાનક તૂટી પડતાં 8 વર્ષિય માસુમ વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે. ભારે ભરખમ દરવાજો અચાનક તૂટી પડ્યો ત્યારે કમનસીબે બાળકે એ દરવાજા નજીક ઉઠી હતી. દરવાજો તૂટી પડ્યો તેનાથી બાળકીના ચહેરા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકીને સારવાર માટે અમદાવાદ લઈ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ઘટનાને પગલે તાલુકા પોલીસે અકસ્માતે  ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ઘટનાને પગલે તાત્કાલિક ધોરણે આચાર્યને ઘરભેગા કર્યાં છે. જિલ્લા શિક્ષણ વિભાગે આ ઘટનાને પગલે શાળાના આચાર્યને ફરજ પર બેદરકારી દાખવવા બદલ આચાર્યને સસ્પેન્ડ કર્યા છે. એપ્રિલમાં પરિક્ષા પુર્ણ થાય અને જૂનમાં સત્ર ચાલુ થાય તે પહેલાં શાળાઓમાં સમારકામ કરાવી લેવાનું ફરજિયાત છે. છતાંય આવી બેદરકારી તેમ તે સવાલ ઉઠી રહ્યો છે.


ZEE24કલાક પૂછી રહ્યું છે સવાલોઃ
બાળકીના મોત માટે જવાબદાર કોણ?
શું દરવાજાનું સમારકામ થયેલું નહોતું?
શાળાના સમારકામની જવાબદારી કોની?
ફરી આવી ઘટના ન બને તેના માટે શું કરાશે?
રાજ્યની બીજી શાળાઓ માટે શું કોઈ પોલીસી બનાવાશે?
મૃતક બાળકીના પરિવારને ક્યારે મળશે ન્યાય?
બાળકીના પરિવારને શું સરકાર આપશે વળતર?


સમગ્ર ઘટના મુદ્દે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઝી24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, ખુબ જ દુઃખદ ઘટના છે. ઘટના ગંભીર છે આવી ઘટના બની ગઈ છે, હવે આવી ઘટના ન ઘટે તેનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અધિકારીઓને સુચના આપવામાં આવી છે. જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે. 


બીજી શાળાઓનું શું થશે?
રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઝી24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે,  આવનારા સમયમાં આવી ઘટના ન ઘટે તેના માટે ચોક્કસ જવાબદારીઓ ફિક્સ કરવામાં આવશે. અને રાજ્યની કોણ પણ શાળામાં આવી ઘટના ન બને તેનું ધ્યાન રખાશે.


શિક્ષણાધિકારી મયુર પારેખે જણાવ્યુંકે, દુઃખદ ઘટના છે. વાલીને સાંત્વના આપવા સિવાય અત્યારે તો કંઈ કરી શકાતું નથી. તાત્કાલિક અસરથી આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. દરેક સત્રની શરૂઆતમાં શાળાના કર્મચારીઓને પરિપત્રો કરેલાં છે શાળાના સેફ્ટી અંગે જાણકારી માટે સુચના અપાઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાદિપ યોજના છે. તેને 50 હજારનું વિમા કવચ પુરું પાડવામાં આવશે. વેલ્ડીંગના વિજાગરામાંથી ગેટ તૂટી પડતાં આ ઘટના બની છે. ગેટ બાળકીના મોંઢાના અને માથાના ભાગ પર પડ્યો હતો જેના કારણે આ ઘટના બની છે.