Loksabha Election 2024: સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્રો ભરવાનો સિલસિલો ચાલી રહ્યો છે. અત્યાર સુધી ભાજપના ઉમેદવાર લાલુભાઇ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું છે. જોકે આજે એક અપક્ષ ઉમેદવારે અનોખી રીતે ઉમેદારી પત્ર ભર્યું છે. આ બેઠક પર ઉમેશ પટેલ નામના એક અપક્ષ ઉમેદવારે લોકો પાસે ફંડ ફાળો ઉઘરાવી અને એકઠા થયેલા રોકડા રૂપિયાના સિક્કા અને નોટોને ટોપલામાં ભરી માથે ટોપનું ઉપાડી તેઓએ ચૂંટણી અધિકારી સમક્ષ તે રજૂ કરી અને ડિપોઝિટ તરીકે જમા કરાવ્યા હતા. ઉમેશ પટેલ દમણ ના યુથ  એક્સન ફોર્સ નામની એક સંસ્થાના  પ્રમુખ છે અને આ પ્રદેશમાં જાણીતો યુવા ચહેરો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019 માં પણ બેઠક પર ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારોની સામે તેઓએ ઉમેદવારી કરી હતી. આથી આ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. જેમાં ઉમેશ પટેલને 24% જેટલા મત મળ્યા હતા. અને આ વખતે પણ તેઓએ અપક્ષ ઉમેદવારી કરી છે. જોકે આ આ વખતે તેઓએ આ ચૂંટણી લડવા ઘરે ઘરે ફરી અને લોકો પાસે ફાળો ઉઘરાવ્યો હતો. હાથમાં ફાળો ઉઘરાવવાનો ગલ્લો લઈ અને તેઓ ઘર ઘર ફર્યા હતા. અને લોકો પાસે ચૂંટણી લડવાના આશીર્વાદરૂપે એક એક રોકડા  રૂપિયો  ફાળા તરીકે આશીર્વાદ માગ્યા હતા. આથી ઉમેશ પટેલને લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો. જેના ભાગરૂપે તેમને લોકો પાસેથી 63 હજાર થી વધુ રૂપિયા નો ફાળો મળ્યો હતો. 


આજે લોકો પાસેથી મળેલા આ ફાળાને એક ટોપલી માં ભરી તેઓ એ એક સભા સંબોધી હતી. અને ત્યારબાદ લોકો પાસે થી મળેલા ફાળા ભરેલી ટોપલી ને  ઉમેશ પટેલ અને તેમના પરિવારના સભ્યોએ માથા પર રાખી દમણ કલેક્ટર કચેરી જઈ ચૂંટણી અધિકારી સમક્ષ તે રજૂ કરી અને ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા તેઓએ ડિપોઝિટ તરીકે  એક એક રૂપિયાના 4 હજાર  સિક્કા અને નોટો મળી 25 હજાર  રૂપિયા ડિપોઝિટ તરીકે ભરી અને ઉમેદવારી પત્ર ભર્યું હતું. 


આમ આ બેઠક પર આ વખતે ઉમેશ પટેલની અપક્ષ ઉમેદવારીને કારણે દમણ દીવ લોકસભા બેઠક પર ત્રિકોણીય જંગ ખેલાઈ રહ્યો છે. આથી ગઈ વખતે પણ ઉમેશ પટેલે અપક્ષ ઉમેદવારી કરી ભાજપ કોંગ્રેસના રાજકીય સમીકરણો બગાડ્યા હતા. અને આ વખતે તેઓ ઘરે ઘરે જઈ અને ઉઘરાવેલા પૈસા ની ડિપોઝિટ ભરી અને ચૂંટણી લડી રહ્યા છે  આથી આ વખતે પણ ઉમેશ પટેલ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. આમ લોકો પાસેથી ઉઘરાવેલા ફાળા દ્વારા ચૂંટણી લડી રહેલા ઉમેશ પટેલની ઉમેદવારી સમગ્ર પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.