નિલેશ જોશી, સેલવાસ: નાનકડા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં મેન હોલની સફાઈ માણસોથી નહીં પરંતુ અત્યાધુનિક રોબોટ દ્વારા કરવામાં આવી રહી છે. આ રોબોર્ટ કોઈ સામાન્ય મશીન નથી પરંતુ મેન હોલ ચેમ્બરની સાફ સફાઈ માટે વપરાતો બેન્ડીકુટ રોબોટીક મશીન છે. સેલવાસ નગર પાલિકાએ 3 વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સના ખર્ચ સાથે 86 લાખના ખર્ચે જેન રોબોટિક નામની કંપની પાસેથી આ બેન્ડીકુટ રોબોટીક મશીન વસાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, બે વર્ષ અગાઉ સેલવાસમાં ઊંડી ગટરના ચેમ્બર સફાઈ કરવા માટે મજૂરો ઉતર્યા હતાં તેઓને ગેસની અસર થતા મજૂરોનું દુઃખદ મોત થયું હતું.. આ દુઃખદ ઘટનાથી શીખ મેળવી અને પ્રસાશન દ્વારા પાલિકા વિસ્તારમાં ચેમ્બર સાફ સફાઈ માટે ખાસ રોબોટની ખરીદી કરવામાં આવી હતી.. દેશના દરેક કેન્દ્રશાસિત પ્રદેશમાં સૌથી પહેલા સેલવાસ પાલિકામાં ઉપલબ્ધ થયેલ આ બેન્ડીકુટ રોબોટીક મશીન છે જેનો ઉપયોગ ચેમ્બર સફાઈ માટે કરવામાં આવી રહ્યો છે.


સાથે જ આ રોબોટિક મશીનના ઉપયોગ માટે પાલિકાના સફાઈ કર્મચારીઓને સ્ટાફને પણ વિષેશ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.. આ બેન્ડીકુટ રોબોટીક મશીનમાં 4 જેટલા કેમેરા પણ લાગેલા છે જેના થકી સફાઈ કર્મીઓને મેન હોલની સાફ સફાઈમાં આશાની રહે છે.. સાથે જ આ રોબોટિક મશીન મા અત્યાધુનિક સેન્સર પણ લાગેલા છે આ સેન્સર દ્વારા ચેમ્બરમાં કોઈ જોખમી ગેસ ઉત્પન્ન થયો હોય તો તેની પણ સચોટ માહિતી મેળવી શકાય છે.. આ મશીન ના ઉપયોગથી હવે પાલિકાના સફાઈ કર્મચારીઓને પણ ચેમ્બરોની સફાઈ મા કોઈ મુશ્કેલી પડતી નથી..