ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતીઓ પહેલાંથી જ હરવા ફરવાના અને મોજ મસ્તીના શોખી હોય છે. ત્યારે રજાની મજા માણવા અને મોજ કરવા માટે સમુદ્રી તટ પર આવેલું દીવ ગુજરાતીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. આ સ્થળ પોર્ટુગીઝ શાસનના સમયમાં બનાવવામાં આવ્યું હતું. જોકે, દીવ જવા માંગતા ગુજરાતીઓએ હજુ લાંબો સમય રાહ જોવી પડશે. કારણકે, આજથી દીવના તમામ બીચ 3 મહિના માટે બંધ કરી દેવામાં આવ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચ બંધ કરવાનો આદેશ કરાયો છે. નાગવા, બ્લુ ફ્લેગ, ઘોઘલા બીચ ત્રણ મહિના માટે બંધ કરાયા. ત્રણ મહિના સુધી વોટર સ્પોર્ટ્સ પર પ્રતિબંધ રહેશે. નહાવા, તરવા જેવી તમામ એક્ટિવિટી પર પ્રતિબંધ મુકાયો છે. દરિયાકાંઠે પર્યટકો માત્ર હરી ફરી જ શકશે. દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.


દીવના જોવાલાયક સ્થળોઃ
દીવનો કિલ્લોઃ
દીવ અને દમણના પર્યટકોનો સૌથી ફેવરિટ છે અહીંનો પ્રમુખ કિલ્લો. દીવના કિલ્લાની ત્રણેય તરફ સમુદ્ર છે. ત્રણ તરફથી આ કિલ્લો સમુદ્રથી ઘેરાયેલો છે. અહીં સહેવાણીઓને ભવ્ય નજારો જોવા મળે છે.


હિલસા એક્વેરિયમઃ
હાલમાં જ બનેલા હિલસા એક્વેરિયમમાં તમને આકર્ષક અને રંગબેરંગી માછલીઓનું અદભૂત કલેક્શન જોવા મળશે.


જામ્પોર બીચઃ
દીવમાં આવેલાં બીચ પૈકીનો એક બીચ એટલે જામ્પોર. આ એક શાંત સમુદ્રી તટ છે. જામ્પોર સમુદ્રી તટ તમને શાંતિનો અહેસાસ થશે. અહીં ઠંડીમાં પણ તમને ખજૂરીના વૃક્ષોનો અવાજ સાંભળવા મળે છે.


બોમ જીજસનું ચર્ચ:
આ ચર્ચ 17મી સદીમાં પોર્ટુગીઝ લોકોએ બનાવ્યું હતું. 


નાગોઆ બીચઃ
દીવ આવતા પ્રવાસીઓ અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. ગુજરાતીઓ વારે તહેવારે રજાઓમાં દીવ ફરવા આવતા હોય છે. એમાંય દીવમાં જો ગુજરાતીઓનું સૌથી ફેવરિટ કોઈ સ્થળ હોય તો એ છે નાગોઆ બીચ. બુચરવાડા ગામમાં સમુદ્રીતટ પર અર્ધવર્તુળાકારમાં આ બીચ આવેલો છે. અહીં અનેક પ્રકારના વોટરસ્પોટની તમે મજા માણી શકો છો.


ગંગેશ્વર મંદિરઃ
સમુદ્રીતટ પર આ મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન શિવ બિરાજમાન છે. આ મંદિરમાં ભગવાન શિવના પાંચ શિવલિંગ આવેલાં છે.