ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત હાંસલ થઈ છે. કુલ 182 બેઠકોમાંથી ભાજપે 156 બેઠકો પર ભગવો લહેરાવ્યો છે. આ જીત સાથે જ મોદી સરકારે ગુજરાતને મોટી ભેટ આપી છે. મોદી સરકાર તરફથી ગુજરાતના વિદ્યાર્થીઓના અભ્યાસ અને ખાસ કરીને મેડિકલ સેક્ટરમાં મોટી ભેટ આપવામાં આવી છે. ગુજરાતમાં ભાજપની સરકાર બનવાની સાથે કેન્દ્ર સરકારે રાજ્ય માટે એક મહત્વનો નિર્ણય લેતા. કેન્દ્ર સરકાર 25  ફાર્મસી કોલેજને મંજૂરી આપી છે. 25 નવી કોલેજનો મંજૂરી મળતા 1400 વિદ્યાર્થીઓને લાભ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાં અને ભાજપની ફરી સત્તા પર વાપસી થતાં કેન્દ્રે ગુજરાતને એક ભેટ આપી છે. 25 નવી ફાર્મસી કોલેજને મંજૂરી આપી છે. ગુજરાતમાં ફાર્મસીની  કોલેજની સંખ્યા ઓછી હોવાથી વિદ્યાર્થીઓને એડમિશન માટે પારાવાર મુશ્કેલી પડતી હતી. કેન્દ્રે આ મુદ્દે મહત્વનો નિર્ણય કર્યો છે. 18 કોલેજ બેચરલ ઓફ ફાર્મસી અને 7 કોલેજ ડિપ્લોમા ઇન ફાર્મસીની છે. આ સાથે 1000 કરતા વધુ અને ડિપ્લોમા ઇન ફાર્મસીની 400 બેઠક વધારવામાં આવી છે.


ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખે આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કોલેજની મર્યાદિત સંખ્યા હોવાથી વિદ્યાર્થીઓને બહાર જવું પડતું હતું. આ હાલ આ કોર્ષ વધુ કરતા હોવાથી આ નિર્ણય લેવો જરૂરી હતી. હવે ફાર્મસીમાં અભ્યાસ કરવા ઇચ્છતાં વિદ્યાર્થીએ અભ્યાસ અર્થે બહાર નહીં જવું પડે.