અતુલ તિવારી, અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ, રમશે ગુજરાત- જીતશે ગુજરાત, ભણશે ગુજરાત જેવા અનેક અભિયાનો ચલાવવામાં આવે છે. પણ વાત જ્યારે ખરેખર શિક્ષણની થાય ત્યારે વાસ્તવિકતા આ તમામ સૂત્રો અને અભિયાનો કરતા અલજ હોય છે. ગુજરાતમાં એક તરફ શિક્ષણ મંત્રી શિક્ષણનું સ્તર ઉંચુ આવ્યાંની વાત કરે છે. તો બીજી તરફ આંકડાઓ કંઈક જુદું જ ચિત્ર દર્શાવી રહ્યાં છે. જે આંકડાઓ સામે આવ્યાં છે તે ચોંકાવનારા છે. એ મુજબ ગુજરાતમાં સતત ડ્રોપઆઉટ રેસિયો વધી રહ્યો છે. નીચે દર્શાવેલાં આંકડાઓ ગુજરાતના શિક્ષણની વાસ્તવિકતાનો ચિતાર રજૂ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રોપઆઉટ રેશિયો:
ઓડિશામાં 27.3 ડ્રોપઆઉટ રેશિયો
મેઘાલયમાં 21.7 ડ્રોપઆઉટ રેશિયો
બિહારમાં 20.5 ડ્રોપઆઉટ રેશિયો
આસામમાં 20.3 ડ્રોપઆઉટ રેશિયો
પશ્વિમ બંગાળમાં 18.0 ડ્રોપઆઉટ રેશિયો
ગુજરાતમાં 17.9 ડ્રોપઆઉટ રેશિયો
નાગાલેન્ડમાં 17.5 ડ્રોપઆઉટ રેશિયો
પંજાબમાં 17.2 ડ્રોપઆઉટ રેશિયો
આંધ્ર પ્રદેશમાં 16.3 ડ્રોપઆઉટ રેશિયો
કર્ણાટકમાં 14.7 ડ્રોપઆઉટ રેશિયો
તેલંગાણામાં 13.7 ડ્રોપઆઉટ રેશિયો


ડ઼્રોપઆઉટ માટે જવાબદાર પરિબળ:
સ્કૂલ અને ઘર વચ્ચેનું અંતર
સ્કૂલ જવા પરિવહન સુવિધાનો અભાવ
છોકરી માટે અસલામતીનો ડર
વારંવાર નાપાસ થવાથી
અભ્યાસમાં રસ અને રૂચિનો અભાવ
બાળ લગ્ન, કન્યા શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા


કેન્દ્ર સરકારે ગુજરાતને ક્યારે કેટલા કરોડ ફાળવ્યા:
વર્ષ 2018-19670.89 કરોડ
વર્ષ 2019-201152.86 કરોડ
વર્ષ 2020-21976.32 કરોડ
વર્ષ 2021-22893.75 કરોડ
વર્ષ 2022-23793.71 કરોડ


ગુજરાતમાં દર 17મો વિદ્યાર્થી ધો.8 પછી છોડી દે છે અભ્યાસ. 17.9 ડ્રોપ આઉટ રેશિયો સાથે ગુજરાત છઠ્ઠા ક્રમે છે. પ્રાથમિક શાળામાં ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય પર આવ્યો છે. છેલ્લા 2 વર્ષમાં માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ રેશિયો 5.4 ઘટ્યો છે. લોકસભામાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આપી માહિતી આપી હતી. 27.3 ડ્રોપઆઉટ રેશિયો સાથે ઓડિશા પહેલા ક્રમે છે. આમ, ગુજરાતના આ આંકડાઓ પણ શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સરકાર માટે ચિંતાનો વિષય છે.