ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત સરકારે ભરતી પરીક્ષાઓમાં બનતાં પેપર લીકના કિસ્સાને ડામવા માટે બિલ તૈયાર કર્યું છે. આ વિધેયક ગૃહમાંથી પસાર થયા બાદ તેને મંજૂરી મળી જશે તો તે કાયદા તરીકે પ્રસ્થાપિત થઇ જશે. તેના અમલીકરણથી ભવિષ્યમાં પેપરલીકની ઘટના સાથે સંકળાયેલાં વિવિધ તત્ત્વો સામે કડકમાં કડક જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત પેપર ફોડનારને 1 કરોડનો દંડ અને 10 વર્ષની કેદની સજાની જોગવાઈ કરાઈ છે. જ્યારે પરીક્ષામાં ચોરી કરનારને 3 વર્ષની સજા અને 1 લાખ રૂપિયા દંડની જોગવાઈ કરાઈ છે. આ ગુનો બિનજામીનપાત્ર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ક્યારે કયું પેપર ફૂટ્યું? પેપરલીકકાંડનો કાળો ઈતિહાસઃ


ક્યારે અટકશે પેપર ફૂટવાનો સિલસિલો?
● 2014: GPSC ચીફ ઓફિસરનું પેપર
● 2015: તલાટી પેપર
● 2016: જિલ્લા પંચાયતની તલાટીની પરીક્ષા (ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર) 


● 2018 : TAT -શિક્ષક પેપર
● 2018 : મુખ્ય-સેવિકા પેપર
● 2018: નાયબ ચિટનીસ પેપર
● 2018:  LRD-લોકરક્ષક દળ


● 2019: બિનસચિવાલય કારકુન
● 2021: હેડ ક્લાર્ક
● 2021: DGVCL વિદ્યુત સહાયક
● 2021: સબ ઓડિટર
● 2022: વનરક્ષક 
● 2023: જુનિયર ક્લર્ક


ગુજરાતમાં પેપરલીક કાંડને કારણે લાખો યુવા ઉમેદવારોના અરમાનો પર પાણી ફરી વળે છે. વારંવાર સરકારી નોકરી માટેની પરીક્ષાઓમાં થતાં પેપરલીક સરકાર આ અંગે બિલ લાવીને કાયદો ગઢવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત પેપરલીક અંગે કડક કાયદા માટેનું બાદ બિલ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોને અપાયું છે. પેપર ફોડનારને 1 કરોડનો દંડ અને 10 વર્ષની કેદની સજાની જોગવાઈ કરાઈ છે. જ્યારે પરીક્ષામાં ચોરી કરનારને 3 વર્ષની સજા અને 1 લાખના દંડની જોગવાઈ કરાઈ છે.


ઉલ્લેખનીય છેકે, આ વિધાયકના ઉદ્દેશો પાર પાડવા માટે સત્તા મંડળો અને વિવિધ વિભાગોના વિદ્યામાં કર્મચારી વર્ગ કાર્યો બજાવશે. સરકાર ગુજરાત જાહેર પરીક્ષા વિધયેક 2023 તરીકે લાવશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર આ વિધયેક પસાર કરાવશે.  પરીક્ષા સાથે સંકળાયેલાં અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. વારંવાર કેમ થઈ રહ્યું છે પેપરલીક એ એક મોટો સવાલ છે. સરકારી પરીક્ષાઓના પેપરલીકનો આ સિલસિલો લાંબા સમયથી ચાલ્યો આવે છે. પેપરલીકના કાળ ઈતિહાસની કુંડળી પણ અહીં દર્શાવવામાં આવી છે.