ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત અદભૂત સૃષ્ટિથી ભરેલુ રાજ્ય છે. અહી જીવ અને વન્સપતિની એવી એવી જાતિ છે જે આપણને આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. ત્યારે હવે ગુજરાત (Gujarat) માં એવો માંસાહારી છોડ જોવામળ્યો છે, જે નાના જીવાણુઓને પોતાનો શિકાર બનાવીને ખાઈ જાય છે. ગુજરાતના ગિરનાર (Girnar) માં આ પ્લાન્ટ મળી આવ્યો છે, જેનું નામ યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી સમગ્ર ભારતમાં માત્ર મહારાષ્ટ્રમાં જ યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી વનસ્પતિ જોવા મળતી હતી. પરંતુ હવે ગુજરાતના ગિરનારમાં યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી પ્લાન્ટ મળી આવ્યો છે. આ પ્લાન્ટ માંસાહારી પ્રકૃતિનો કહેવાય છે. જે નાના જીવાણુઓને ગળી જાય છે. તેની આ ખાસિયતને કારણે તે માંસાહારી વનસ્પતિ કહેવાય છે. 


કેવી રીતે શોધાયો આ છોડ
ગિરનારને વનસ્પતિનું હબ માનવામાં આવે છે. લાઈફ સાયન્સિસ ભવનની ટીમ ગિરનારમાં રિસર્ચ કરી રહી હતી, ત્યારે રિસર્ચ ટીમની નજરે આ પ્લાન્ટ ચઢ્યો હતો. અજીબ લાગતા પ્લાન્ટની તપાસ કરતા તેમને જાણવા મળ્યું કે તે યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી પ્લાન્ટ છે. ગિરનારમાં આ વનસ્પતિની અલગ અલગ ચાર જાતિ મળી આવી છે. 


યુટ્રિક્યુલેરિયા જનાર્થનામીની ખાસિયત


  • આ છોડ દેખાવમાં અન્ય છોડની જેમ સામાન્ય જ હોય છે

  • તે માંસાહારી પ્રકૃતિનો છે

  • તેના મૂળ કોછળી જેવા હોય છે, જ્યાં તે સૂક્ષ્મ જીવોને ખાઈ શકે છે 

  • મહારાષ્ટ્રમાં 100 વર્ષથી આ વનસ્પતિ જોવા મળે છે

  • તેના મૂળ એકથી દોઢ હાથવેંત જેટલી લાંબી હોય છે

  • ફ્લાવરિંગ પરથી છોડની ઓળખ થાય છે


 
પ્રોફેસર સુહાસ વ્યાસના માર્ગદર્શનમાં આ શોધ થઈ છે. તેમણે કહ્યું કે, હજી પણ અમને આશા છે કે ગિરનારમાંથી અમને વધુ વનસ્પતિઓ મળી આવે. કમલેશ ગઢવી, સંદીપ ગામિત, દુષ્યંત દૂધાગરા તેમજ રશ્મિ યાદવ નામના વિદ્યાર્થીઓ આ રિસર્ચમાં જોડાયા હતા.