ગાંધીનગરઃ ગાંધીનગરમાં હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જ્યાં સત્ર દરમિયાન સત્તાપક્ષને વિપક્ષ દ્વારા સવાલો પુછવામાં આવતા હોય છે. કરેલાં વાયદા અને કેટલાં કામો થયા તેનો હિસાબ માંગવામાં આવતો હોય છે. ત્યારે આજે રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ ૧ અને ૨ ની જગ્યાના સવાલ પર સરકારના જવાબમાં વિસંગતતા જોવા મળી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરિટ પટેલ દ્વારા ગુજરાતના શિક્ષણ મંત્રી સામે મોટો આક્ષેપ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના ધારાસભ્ય કિરિટ પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું છેકે, ગુજરાતના શિક્ષણ મંત્રી અભ્યાસ કર્યા વિના વિધાનસભામાં આવે છે. તેમને કંઈ ખ્યાલ હોતો નથી. એટલું જ નહીં શિક્ષણમંત્રી પોતે એક અધ્યાપક હોવા છતાં તેમના અધિકારીઓ પર તેમની પકડ નથી. એકજ દિવસે વિધાનસભામાં ખોટા જવાબ આપી ગૃહને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારમાં અધિકારી રાજ છે એ જવાબ પરથી સ્પષ્ટ દેખાય છે.


ઉલ્લેખનીય છેકે, શિક્ષણમંત્રીને શિક્ષણ સેવા અંગે પુછાયેલાં જવાબમાં તેમણે જણાવ્યું હતુંકે, સવાલ નંબર ૧ ના જવાબ પ્રમાણે  વર્ગ ૧ ની મંજુર જગ્યા ૧૪૦ અને ખાલી જગ્યા ૩૩, વર્ગ ૨ ની મંજુર જગ્યા ૯૮૨ અને ખાલી જગ્યા ૪૪૦, ૬૨ નંબરના સવાલના જવાબ પ્રમાણે વર્ગ ૧ ની ખાલી જગ્યા ૪૩૯ અને વર્ગ ૨ ની ૧૦૨૦ જગ્યા ખાલી છે તેવું જણાવ્યું છે. 


પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય કિરિટ પટેલે જણાવ્યું છેકે, સરકાર રાજ્યમાં સરકારી પ્રાથમીક શાળામાં સંખ્યા ઘટતી હોવાનો સ્વીકાર કરી રહી છે. ઓરડા ઓછા હોવાનું કારણ આપતાં સરકારનો જમીન નો અભાવ હોવાનો જવાબ આપ્યો છે. રાજ્ય સરકાર સંગર દેશમાં મોડેલ હોવાની વાત કરે છે. પરંતુ હકિકટમાં પ્રાઇમરી શાળામાં ઓરડાની સંખ્યા ઘટતી જાય છે. કરોડોની જમીન કરોડોની  જગાય ઉદ્યોગોને પધરાવી દે છે. પણ વિદ્યાર્થીઓના ઓરડા માટે જમીન નથી એ શરમજનક વાત છે.