ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક મંડળે કાગળ ખરીદીમાં કૌભાંડ આચરાતું હોવાનું આરોપ મુક્યો છે. મળતિયા પેપરમીલ માલિકોને કમાણી કરાવવા કોન્ટ્રાક્ટ અપાતો હોવાનો આરોપ મુકાયો છે. સચિવાલયમાં એવી પણ ચર્ચા છેકે, શિક્ષણ મંત્રી સુધી આ ગોઠવણના તાર જોડાયેલાં છે. નીચા ભાવે કાગળ આપવા બે પેપર મીલોની તૈયારી હોવા છતાં પણ ઉંચા ભાવે મળતિયા પેપરમીલ માલિક પાસે કેમ કાગળ ખરીદવામાં આવ્યાં એ મોટો સવાલ ઉઠ્યો છે. ઉલ્લેખનીય છેકે, બજારમાં 1 કિલો કાગળનો ભાવ 80 રૂપિયા છે છતાંય 108 રૂપિયાના ભાવે કાગળ ખરીદવાની મંજૂરી કેમ આપવામાં આવી એ મોટો સવાલ છે. આ ટેન્ડર મંજૂર કરવા માટે સરકાર દ્વારા 371 કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર મામલામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. એવી પણ ચર્ચા શરૂ થઈ છેકે, શિક્ષણ મંત્રીને બચાવવા માટે સરકારે આઈએએસ અધિકારીઓનો ભોગ લીધો. હકીકતમાં મળતિયા પેપરમીલ માલિકોને 60 કરોડથી વધુની કમાણી કરાવવા માટે આખો ખેલ ખેલાયો હોવાની ચર્ચાએ સચિવાલયમાં જોર પકડ્યું છે.


ઉલ્લેખનય છેકે, ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળે પુસ્તકો માટે કાગળ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યુ હતુ. શાહ પેપ૨ મિલ, ચઠ્ઠા પેપરમીલ, સતિયા ઇન્ડસ્ટ્રીઝ અને શ્રેયાંસ ઇન્ડસ્ટ્રીઝ ટેન્ડર ભર્યુ હતું. આ ચાર પેપર મીલો પૈકી બે પેપરમીલોએ ઓછા ભાવ ઉપરાંત ટોપ કીલિટીનો કાગળ આપવાતૈયારી દર્શાવી હતી. પણ મળતિયા પેપરમિલ માલિકનો કોડીનો ફાયદો કરાવવા માટે પાઠ્ય પુસ્તક મંડળે ટેન્ડરની શરતોમાં સુધારો કરી દીધી હતો કે, પેપર મિલનું વાર્ષિક ટર્નઓવર રૂ.૧૪૨ કરોડ નહી પણ રૂ.૧૮૫ કરોડ હોવુ જોઇએ. આ ઉપરાંત અત્યાર સુધી સિક્યુરિટી ક્રાઇબર અને મેપલિથો પેપર-વોટરમાર્ક માટે વિકલ્પ આપવામાં આવતો હતો. તેના બદલે સિક્યુરિટી ફાઇબરનો વિકલ્પ જ રદ કરી દેવાયો હતો. 


સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છેકે, ટેન્ડરમાં રાતોરાત આ શરતો શા માટે બદલી દેવામાં આવી? સમગ્ર કૌભાંડની ગંધ સરકારને આવી જતા પાઠ્યપુસ્તક મંડળનો હવાલો સંભાળતા આઈએએસ અધિકારી રતનકંવરને આગળ કરીને આખાય પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દેવા પ્રયાસો કર્યા છે. મોટો સવાલ એ થાય છેકે, આખરે કાગળ ખરીદીના મામલામાં શિક્ષણમંત્રીને આટલો રસ કેમ જાગ્યો? જોકે, હાલ આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે.