ઝી બ્યૂરો, અમદાવાદઃ આગામી વર્ષથી ગુજરાતી ભાષામાં છાત્રાઓ મેડિકલનો અભ્યાસ કરી શકશે. ટૂંકમાં, વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસક્રમ અંગ્રેજી ઉપરાંત ગુજરાતમાં ખાનગી મેડિકલ ટેકનિકલ સહિત અભ્યાસ ક્રમ પણ ગુજરાતીમાં જ હશે. અભ્યાસમાં ભાષા અવરોધ ન બને અને ગુજરાતી ભાષાને પ્રાધાન્ય મળે તે હેતુસર રાજ્ય સરકારે ગુજરાતી ભાષામાં મેડિકલનો અભ્યાસ કરી શકાય તેવુ આયોજન કર્યુ છે. સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યુ છે કે, આગામી વર્ષથી ગુજરાતી ભાષામાં આવી રહ્યો છે. મેડિકલ જ નહીં, અન્ય વ્યવસાયિક અભ્યાસક્રમ માટે અભ્યાસ સામગ્રીની ડિઝાઇન તૈયાર કરવા માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષે જ સરકારે જાહેરાત કરી હતી કે, ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ મેડિકલનો અભ્યાસ કરી શકશે. હવે તેની અમલવારી આગામી વર્ષથી થશે. ભાષાને કારણે જ મેડિકલ સહિતના વંચિત રહી જતા અભ્યાસમાં ભાષા ન નડે તે માટે નવી શિક્ષણ નિતીના ભાગરૂપે મેડિકલ ઉપરાંત ટેકનીકલ સહિત અન્ય વ્યવસાયિક અભ્યાસક્રમો માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ અભ્યાસક્રમો માટે અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા નિષ્ણાતોની સમિતી રચવામાં આવી છે. આ અંતર્ગત વિવિધ યુનિના નિષ્ણાતોને જે તે વિષયના ભાષાંતરની કામગીરી સોંપવામાં આવી છે. 


એનઈપી- ૨૦૨૦માં દર્શાવેલા ધ્યેય અનુસાર કાર્ય કરવા શિક્ષણ વિભાગે ગુજરાત એનઇપી સેલ હેઠળ વિવિધ ટાસ્ક ફોર્સ સમિતીઓની રચના કરી કામગીરી સોંપી છે. રાજ્યની 45 યુનિઓને નેશનલ એકેડેમિક ડિપોઝિટરી પોર્ટલ પર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની નોંધણીની પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. ડીજી લોકર રાજ્યની યુનિએ છાત્રોની માર્કશીટ અપલોડ કરી છે.  વિવિધ કમ્પ્યુરાઇઝ્ડ  યુનિવર્સિટીઓએ અભ્યાસક્રમમાં વિવિધ ગુજરાતમાં તે વૈકલ્પિક વિષય ઉમેર્યા છે. આ વૈકલ્પિક વિષયના ક્રેડિટનોવિદ્યાર્થીઓના ઓવરઓલ ધારાધોરણો અ ગુણાંકમાં ય સમાવેશ કરવામાં આવશે. આમ ગુજરાતીઓ માટે આ સૌથી મોટી બાબત છે. રાજ્યમાં ગુજરાતીમાં આ અભ્યાસક્રમ શરૂ થયો તો સ્થાનિક લોકલ સ્ટુડન્ટને મોટો ફાયદો થશે.