ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી થયા બાદ પણ રાજ્યમાં રાજકીય માહોલ જામેલો છે. કારણકે, આગામી વર્ષે એટલેકે, વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ભાજપ તરફથી સતત ત્રીજીવાર પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે દાવેદારી કરશે. ત્યારે બીજી તરફ ભારત જોડો યાત્રા થકી ફરી એકવાર રાહુલ ગાંધી સુશુપ્ત કોંગ્રેસમાં પ્રાણ ફુંકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ સ્થિતિમાં ગુજરાતમાં આક્ષેપ પ્રતિઆક્ષેપોનો માહોલ જામ્યો છે. જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ પર આકરા પ્રહાર કરવામાં આવ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ સામે ચાબખા મારીને કોંગ્રેસ ગૃહ રાજ્યમંત્રી હાર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી છે. પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ સિંહ કઠવાડીયાએ કહ્યુંકે, ગુજરાતમાં દિનપ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઠળી રહી છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે મોટું જોખમ ઉભું થયું છે. રાજ્યમાં છેલ્લા ૮ વર્ષ માં નાની બાળકીઓ સાથે દુષ્કર્મના 398% બનાવો બન્યા છે. જેમાં 14522 જેવી બાળકીઓ સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં આજે પણ 12647 કેસ પેન્ડિગ છે . આવા કેસોમાં ગુજરાત રાજ્યમાં માત્ર 231 કેસ માં જ આરોપીને સજા મળી છે.


પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ વધુમાં જણાવ્યુંકે, વર્ષ 2014 થી વર્ષ 2021 વચ્ચે 267 કેસ માં ગુનેગારો ને જેલ ભેગા કરવામાં આવ્યા છે. નિર્ભયા અને બેટી બચાવો ને નામે ફંડ આપે પરંતુ દીકરીઓ ને ન્યાય આપવામાં ગુજરાત  રાજ્ય ની સરકાર નિષ્ફળ ગઈ છે.


2020 2021 પોસ્કો નાં 2345 કેસ રજીસ્ટર થયા છે. 2021-22 માં પોસ્કો નાં 2443 કેસ રજીસ્ટર થયા છે. વર્ષ 2020 થી વર્ષ 2021 નાં વર્ષ માં 4782 સામે 100 કેસ માં  સજા મળી છે. પોલીસ તંત્ર કેસ સાબિત કરવામાં નિષ્ફળ થયું છે. સરકાર દ્વારા આવા ગુનેગારોને છાવરવવામાં  આવ્યા છે. ગુજરાતનું ગૃહ રાજ્ય વિભાગ આ અંગે જવાબ આપે. ગુજરાત ગૃહ રાજ્ય મંત્રીએ રાજીનામું આપવું જોઈએ. વર્ષ 2012 માં પૉસ્કો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો જેથી બાળકીઓ સાથે કોઈ પણ ખરાબ કૃત્ય ના થાય.