Pregnant Women: ગુજરાત સરકારના એક જ નિર્ણયથી બદલાઈ જશે સગર્ભા મહિલાઓની તકધીર. સગર્ભા મહિલાઓને પડતી મોટી સમસ્યામાંથી મળશે રાહત. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે ગુજરાત સરકારનો વરસાદરૂપ નિર્ણય. આ નિર્ણયમાં ફરી એકવાર જોવા મળી ગુજરાત સરકારનું સુકાન સંભાળી રહેલાં 'દાદા'ની દરિયાદિલી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સગર્ભા મહિલાઓની મોતનો આંકડો વધી રહ્યો છે. યોગ્ય સમયે સારવારના અભાવે તો ક્યારેક આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે પ્રોપર સારવાર ન મળવાને કારણે સગર્ભા મહિલાઓ સામે મોતનું જોખમ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિમાં સુધારો લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા લાવામાં આવ્યો મહત્ત્વનો નિર્ણય.


ગુજરાતમાં દર વર્ષે 1 લાખ ડિલિવરીએ 57 માતાના મૃત્યુ થાય છેઃ
રાજ્યમાં દર વર્ષે 1 લાખ ડિલિવરીએ 57 માતાઓના મૃત્યુની ઘટના બને છે. જેમાંથી મોટાભાગના કિસ્સાઓમાં હાઇરિસ્ક માતાઓના ડિલિવરી દરમિયાન મૃત્યુની ઘટના હોય છે. ગુજરાતમાં દર વર્ષે 700 જેટલી સગર્ભાઓના ડિલિવરી દરમિયાન થતા મૃત્યુના કિસ્સાઓ અટકાવવા સરકારે આ પ્રયાસ કર્યો છે.


આ પ્રકારની સુવિધા ધરાવતી હોસ્પિટલોમાં મહિલાઓને કરાશે દાખલઃ
હાઇરિસ્ક સગર્ભા મહિલાઓને એવી હોસ્પિટલમાં દાખલ કરાશે કે જ્યાં કાર્ડિયાક સેન્ટર હોય, કિડની સેન્ટર હોય, બ્લડ બેન્ક હોય, સ્પેશિયલ ન્યૂ બોર્ન બેબી કેર સેન્ટર હોય તેવી સ્પેશિયાલિટી ધરાવતી હોસ્પિટલમાં દાખલ કરવા આયોજન કરાયું છે.


શા માટે લાવવામાં આવી યોજના?
ગુજરાતમાં દર વર્ષે 700 જેટલી સગર્ભા માતાઓના ડિલિવરી દરમિયાન મૃત્યુની ઘટના બને છે ત્યારે આ પ્રકારની ઘટના અટકાવવા પ્રયત્નશીલ રાજ્ય સરકાર દ્વારા આગામી 1લી એપ્રિલથી નવતર યોજના અમલમાં મુકવામાં આવી રહી છે. 


શું છે યોજના?
હાઇરિસ્ક સગર્ભા માતાને ડિલિવરીના સાત દિવસ પહેલાં અને ડિલિવરીના સાત દિવસ બાદ તમામ પ્રકારની સ્પેશિયાલિટી ધરાવતી હોસ્પિટલમાં દાખલ કરાશે અને આ સમય દરમિયાન સગર્ભા માતાને પોષણક્ષમ ખોરાક, સારી સારવાર તથા રૂ.15 હજારની સહાય પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ પ્રકારનો નવતર પ્રયોગ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. 


કઈ રીતે મળશે સહાયની રકમ?
સરકાર દ્વારા હોસ્પિટલમાં દાખલ થનાર સગર્ભા મહિલાના બેન્ક ખાતામાં ડિલિવરી પહેલાં રૂ.8 હજાર જમા કરાવવામાં આવશે અને ડિલિવરી બાદ રૂ.7 હજાર તેમના બેન્ક ખાતામાં જમા કરાશે.આ સહાય આપવા પાછળ સરકારનો હેતુ મહિલાને થતી મજૂરીના નુકસાનની ચિંતામાંથી મુક્તિ અપાવવાનો છે.


ડેથ રેશિયો ઘટાડવા પ્રયાસઃ
યોજનાના અમલીકરણથી ડેથ રેશિયો 30થી 35 ટકા ઘટવાની આશા સરકાર દ્વારા સેવાઈ રહી છે. સગર્ભાના જીવ બચાવવા સારવાર સાથે સહાય આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય રાજ્યમાં દર વર્ષે થાય છે એવરેજ 700 સગર્ભાનાં મોત : મૃત્યુની ઘટના અટકાવવા 1લી એપ્રિલથી સરકારની નવી યોજના અમલી કરવા જોઈ રહી છે. આ યોજના અંતર્ગત જોખમી સગર્ભાઓને 15 દિવસ દાખલ રાખી અપાશે રૂ.15 હજાર સહાય અપાશે


ગુજરાત સરકારે 1લી એપ્રિલથી હાઇરિસ્ક માતાઓ જેવી કે જેમના વજન ઓછા હોય, ઉંમર વધુ હોય, 6થી 7 ડિલિવરી થઇ ચૂકી હોય, 2થી 3 સિઝેરિયન થયા હોય, એનિમિક હોય તેની ઓળખ કરી તેમને ડિલિવરીના સાત દિવસ પહેલાં જ સ્પેશિયાલિટી સારવાર કરતી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવશે અને ડિલિવરીના સાત દિવસ બાદ સુધી હોસ્પિટલમાં દાખલ રખાશે. સામાન્ય રીતે હાઇરિસ્ક સગર્ભા માતાઓના મૃત્યુ ડિલિવરી પછીના સાત દિવસમાં થતા હોય તેમને ડિલિવરી બાદ વધુમાં વધુ પોષણક્ષમ ખોરાક મળે, સારામાં સારી સારવાર અને દવાઓ મળે અને તે જલ્દીથી સ્વસ્થ બને તેવો સરકારનો હેતુ છે. આ યોજનાના અમલીકરણથી ગુજરાતમાં સગર્ભા માતાના મૃત્યુદરમાં 30થી 35 ટકાનો ઘટાડો થશે એટલે કે 200થી 250 જેટલી સગર્ભા માતાને બચાવી લેવાશે તેવો સરકારનો અંદાજ છે.