• ડાંગ જિલ્લાના ભવાનડગડ ગામનો વિકાસ સરકારની વિકાસની વાતોથી કોસો દૂર છે

  • આજે પણ આ ગામમાં સ્મશાન સુધી પહોંચવા માટે મૃતદેહને કમર સુધીના પાણીમાંથી લઈ જવુ પડે છે


સ્નેહલ પટેલ/ડાંગ :વિકાસની ચકાચોંધ વચ્ચે... ચારેકોર આલીશાન બનતા મહેલો અને બિલ્ડીંગોની હરણફાળ વચ્ચે જ્યારે માનવીના મોત બાદ પણ મુશ્કેલી સર્જાય તો ક્યાંક આ વ્યવસ્થાએ વિચારવું પડે. કારણ કે આજે પણ ગુજરાત (Gujarat) માં એક એવું ગામ છે જ્યાં ગળાડૂબ પાણી વચ્ચે અંતિમયાત્રા નીકળી રહી છે. આ ગામમાં ઠાઠડી ખભા પર નહિ, માથા પર ઉપાડવી પડે છે. કમર સુધીના પાણીમાંથી પસાર થવા માટે ઠાઠડી માથા પર મૂકવી પડે છે. ડાઘુઓ ચારેકોર પાણી વચ્ચે ડાંગની આ ખાપરી નદી પસાર કરી રહ્યા છે. ડાંગનાં આ ભવાનદગડ ગ્રામપંચાયતમાં આવેલા નાના એવા ખાપરી ગામના લોકોની વ્યથા છે. અહીંના લોકો ધુતરાષ્ટ્ર બની બેઠેલા બાબુઓ અને નેતાઓને અનેક રજૂઆતો કરી ચૂક્યા છે. પરંતુ અહીંયા એક પુલ બનાવવાની તસ્દી કોઇ લેવા તૈયાર નથી. ખબર નહિ ક્યારે આળસુ બાબુઓને વાયબ્રન્ટના વાયરા (vibrant gujarat) ની અસર થશે. ખબર નહીં ક્યારે આ ગામલોકોની ભયાનક દુર્દશા તંત્રને દેખાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


દક્ષિણ ગુજરાતનો ડાંગ (Dang) જિલ્લો આદિવાસી વિસ્તાર છે. ગુજરાતમાં ભલે વિકાસ (development) ના બણગા ફૂંકાતા હોય, પરંતુ વિસ્તારમાં વિકાસ ગોકળગાયની ગતિએ થઈ રહ્યો છે. આજે પણ અહીના ગામડાઓમાં વિકાસની વાતો કોસો દૂર છે. ગુજરાત સરકાર (gujarat government) ની વિકાસની વાતોને ચેલેન્જ આપતો વીડિયો સામે આવ્યો છે. જિલ્લાના અંતરિયાળમાં પુલના અભાવે નદી પાર કરી ડાધુઓ જીવના જોખમે મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડાય છે. જિલ્લાના ભવાનડગડ ગામની આ ઘટના છે. ભવાનદગડ ગ્રામપંચાયતના ખાપરી ગામના સિવાભાઈ વાઘમારેનું મૃત્યુ થયું હતું. મૃતદેહની અંતિમ યાત્રા માટે ખાપરી નદીને ઓળંગવી પડે છે, એ પણ ગળા ડૂબ પાણીમાંથી ઠાઠડીને લઈ જવાય છે.