ઓન ડ્યુટી પોલીસ કર્મચારીનું રેકોર્ડિંગ કરવું એ ગુનો નથી, આ રીતે કરી શકો છો ફરિયાદ
કોઈ પોલીસકર્મી તમારી સાથે કોઈપણ પ્રકારે કાયદા વિરુદ્ધનું વર્તન કરે તો શું કરવું? જાણો એનું રેકોર્ડિંગ કરાય કે નહીં? ભારતના બંધારણ ે તમને આપેલાં છે કયા-કયા અધિકારો....
ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય પ્રજાને ક્યારેય કાયદાનું જ્ઞાન હોતું નથી. પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવાનો ડર લાગતો હોય એવા લોકો પોલીસનું નામ સાંભળીને થરથર ધ્રૂજવા લાગે છે. વાહન ચાલકો પાસે કાયદેસરના કાગળો હોય તો પણ પોલીસને જોઈને યુ ટર્ન લઈ લે છે એમ સમજે કે પોલીસ પાસે જઈને શા માટે જીભાજોડી કરવી. કેટલાક પોલીસ કર્મીઓ તો એટલી તુમાખીથી સવાલો કરે છે કે જાણે તમે કોઈ મોટો ગુનો કર્યો હોય...ગુજરાતીમાં સામાન્ય બોલચાલમાં બોલાય ભોગ મરે એને કોર્ટ અને પોલીસ સ્ટેશનનો દરવાજો જોવો પડે.
સૌથી મોટી સમસ્યાએ રેકોર્ડિંગ:
આમ પોલીસ ગમે તેટલા પ્રયાસો કરે પણ કેટલાક પોલીસ કર્મી એવા કારસ્તાન કરે છે જેનો ભોગ તમામ પોલીસ કર્મી બને છે એટલે જ સામાન્ય પ્રજા અને પોલીસ વચ્ચે ક્યારેય સારા સંબંધો રહ્યાં નથી. સોશિયલ મીડિયાના જમાનામાં હાલમાં સૌથી મોટી સમસ્યાએ રેકોર્ડિંગ છે. તમે કોઈ પણ ઘટના સમયે ફસાયા હોય અને પોલીસનું રેકોર્ડિંગ શરૂ કરો તો સાહેબનો તુરંત જ પિત્તો જાય છે. એ તમારી સાથે અણછાજતું વર્તન કરશે કે તમારો વીડિયો ઉતારી ધમકી આપશે કે સરકારી કર્મચારીની કામગીરીમાં દખલગીરી મામલે કેસ કરીશ.
હા દરેક સમયે સરકારી કર્મચારીની કામગીરીમાં દખલ ન થાય એ જરૂરી છે. તમે કેટલાક રિસ્ટ્રેક્ટડ એરિયામાં રેકોર્ડિંગ ના કરી શકો પણ પોલીસ કર્મીનું રેકોર્ડિંગ જ ન કરી શકાય એવો કોઈ કાયદો જ નથી. આ મામલે તમે પોલીસ સામે જ ફરિયાદ કરી શકો છો. થોડા દિવસો પહેલાં સુરત રેલવે પોલીસ સ્ટેશનના ઝાંબાજ સિંઘમ પોલીસ કર્મચારીએ જાણે કોઈ આતંકવાદી પકડ્યો હોય એમ ટ્રાફિક ચલણ બાબતે વાહન ચાલક સાથે મારામારી કરી હતી.. જનતા સાથે આવી કોઈ ઘટના થાય તો પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ આઈપીસી ની ધારા 294b, 323, 166A, 330 મુજબ ગુનો બને છે.
ઓન ડ્યુટી પોલીસ કર્મચારીનું રેકોર્ડિંગ કરવું એ કોઈપણ સંજોગોમાં ગુનો નથી:
ઓન ડ્યુટી પોલીસ કર્મચારીનું રેકોર્ડિંગ કરવું એ કોઈપણ સંજોગોમાં ગુનો નથી; જાહેર જનતા સાથે જ્યારે પણ આવી કોઈ ઘટના બને જેમાં પોલીસ કર્મચારી દ્વારા ચોંકી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ, મારામારી કરી, ધાક ધમકી આપી અને કન્ફેશન લખાવવામાં આવે તો એ આઈપીસી ની ધારા 294b, 323, 166A, 330 મુજબ ગુનો બને છે. જેમાં પોલીસ સ્ટેશનમાં જો FIR ના નોંધવામાં આવે તો સીધી નામદાર કોર્ટમાં સીઆરપીસી ની કલમ 156(3) મુજબ ફરિયાદ કરી શકાય છે. એનો મતલબ એવો પણ નથી કે તમે ક્યાંય પણ રેકોર્ડિંગ કરવા લાગો અને પોલીસની કામગીરીમાં દખલ કરો....