સપના શર્મા, અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમાસુ હોવા છતાં જાણે ઉનાળા જેવી સ્થિતિ છે. વરસાદ તો દૂર પણ ઉપરથી લોકો ઉકળાટ અને બફારાને કારણે શેકાઈ રહ્યાં છે. ઓગસ્ટ મહિનો આખો કોરો ગયા બાદ હવે સપ્ટેમ્બરમાં વરસાદની આશા રાખીને લોકો બેઠાં છે. એવામાં લોકો માટે એક રાહતના સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છેકે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થવાની પણ સંભાવના છે. ખાસ કરીને પહેલાં દિવસે એટલેકે, 15 સપ્ટેમ્બરે આણંદ, ખેડા અને પાટણ, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. ત્યાર બાદ ખાસ કરીને આગામી 16 થી 19 સપ્ટેમ્બરે સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમા કેટલાંક સ્થળોએ વરસાદનું જોર વધારે હોઈ શકે છે. 16 સપ્ટેબરે છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર ભારે વરસાદની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 


17 સપ્ટેમ્બર આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, તાપીમાં ભારે વરસાદ આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 17 સપ્ટેબર સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરે આણંદ, વડોદરા. છોટા ઉદેપુર, ભરૂચ ભારે વરસાદની શક્યતા છે. એ સિવાય 18 સપ્ટેમ્બરે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સામાન્ય વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સિઝનનો કુલ 98 ટકા જેટલો વરસાદ થઈ ચુક્યો છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમને લઇને વરસાદી માહોલ જોવા મળશે. બાકીના દિવસમાં હડવાથી સમાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.