Ahmedabad Iscon Accident Update/હિતેલ પારેખ, ગાંધીનગરઃ અમદાવાદના એસ.જી.હાઈવે. પર આવેલાં ઈસ્કોન બ્રિજ પાસેના અકસ્માતમાં તથ્ય પટેલે પુરપાટ ઝડપે જગુઆર કાર હકાવીને 9 લોકોને કચડીને મોતને ઘાટ ઉતાર્યા હતાં. આ ઘટના બાદ ઘોર નિંદ્રામાં પોઢેલી પોલીસ હવે જાગી છે. અને એટલે જ છ મહિના જુના અકસ્માત કેસમાં આજે તથ્ય પટેલ સામે ત્રીજી ફરિયાદ કરવામાં આવી છે. ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં તથ્ય પટેલ પર બેજવાબદારી પૂર્વક ડ્રાઈવિંગ કરવા અને અકસ્માત સર્જવાને લઈને ત્રીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી છ મહિના પહેલાં થર્ટી ફર્સ્ટના દિવસે પણ તથ્ય પટેલ આ જ જગુઆર કાર લઈને પુરપાટ ઝડપે જઈ રહ્યો હતો. બેલેન્સ ગુમાવી દેતાં તેણે એ સમયે કાર ગાંધીનગરમાં આવેલાં એક મંદિરમાં ઘુસાડી દીધી હતી. ત્યાં પણ એ સમયે મંદિરની દિવસ અને પગથિયાને નુકસાન થયું હતું. જોકે, એ સમયે પણ કંઈક સેટિંગ કરીને મામલો રફેદફે કરી દેવામાં આવ્યો હતો. એ સમયે જો પોલીસે આ નફ્ફટ નબીરાની સામે ફરિયાદ દાખલ કરી હોત તો આજે આ નવ નિર્દોષ લોકોનો ભોગ ન લેવાયો હતો.


ઉલ્લેખનીય છેકે, છ મહિના પહેલાં પણ જેગુઆર ગાંધીનગરના એક મંદિરમાં ઘુસાડી દીધી હતી. નવા વર્ષની થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં ગયો તથ્ય પટેલે કર્યો હતો અકસ્માત. ગાંધીનગરનાં સાંતેજ પોલીસ મથકની હદમાં વાંસજડા ગામની ભાગોડે સાંણદ જતા મેઇન રોડ ઉપર આવેલ બળીયા દેવના મંદીરમાં પણ જેગુઆર ગાડી ઘુસાડી હતી. જે અંગે સાંતેજ પોલીસ મથકમાં વધુ એક ગુનો નોંધવામાં આવ્યો. જગુઆરથી આ બીજો ગંભીર અકસ્માત હતો જેમાં નવ જીવ ગયો લોકોનો. એ પહેલાં તથ્યએ ઠાર ગાડીથી અકસ્માત સર્જયો હતો. 


તે સમયે તથ્ય પટેલે જેગુઆર ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ગામની ભાગોડે સાંણદ જતા મેઇન રોડ ઉપર આવેલ બળીયા દેવના મંદીરના પીલ્લરને ટક્કર મારી મંદીરને રૂપીયા ૨૦,૦૦૦/-નું નુકશાન કરી સ્થળ ઉપરથી ગાડી લઇને ભાગી જઇ ગુન્હો કર્યો હતો. જે અંગે ખેતીવાડીનું કામ કરતા કલોક તાલુકાના વાંસજડા ગામના રહેવાસી ચણા પ્રતાપજી ઠાકોરે પોલીસ સમક્ષ રૂબરૂ આવીને ફરિયાદ કરે છે.