જેના લગ્નમાં નરેન્દ્ર મોદીએ આપી હતી હાજરી...રાજ્યસભામાં ભાજપે એ રાજકુંવરનું કર્યું રાજતિલક!
રાજ્યસભામાં રાજકુંવરનું રાજતિલક: વાંકાનેરના રાજવી પરિવારના રાજકુંવરની રાજ્યસભામાં એન્ટ્રી...ભાજપે પીએમ મોદીની ખુબ નજીકના ગણાયા રાજવી પરિવારના રાજકુંવરને આપી રાજ્યસભાની ટિકિટ. પ્રધાનમંત્રી મોદી સાથે આ રાજવી પરિવાર ધરાવે છે ખાસ સંબંધ.
ઝી બ્યૂરો, અમદાવાદઃ વાંકાનેરના રાજવી પરિવારના સભ્યને મળ્યું રાજ્યસભામાં સ્થાન. વાંકાનેરના રાજ દિગ્વિજયસિંહ ઝાલાના પુત્ર કેશરીદેવસિંહજી ઝાલાની ભાજપે કરી છે ગુજરાતના રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી. ઈતિહાસના પન્નાઓ પર નજર ફેરવીએ તો આ રાજવી પરિવારનો પીએમ મોદી સાથે પણ ખુબ જુનો અને ગાઢ સંબંધ હોવાનું સામે આવે છે. એ જ કારણ છેકે, નરેન્દ્ર મોદી આ પરિવારના સામાજિક પ્રસંગમાં પણ હાજરી આપવા પહોંચે છે. સૂત્રોની વાત માનીએ તો આ અગાઉ પણ મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા તે સમયે તેમણે કેશરીસિંહના લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. તે સમયે મચપંચ તેમની સાથે વિજય રૂપાણી પણ હાજર હતા.
ઉલ્લેખનીય છેકે, વાંકાનેરના રાજવી પરિવારના યુવરાજ કેસરીદેવસિંહના શિહોરીની રાજકુંવરી યોગીનીકુમારી સાથે લગ્ન થયા હતાં. વાંકાનેરમાં યુવરાજનું શાહી ઠાઠ માઠથી ફુલેકુ નીકળ્યું હતું. જેમાં અનેક રાજવી પરિવારો તથા નગરજનો ઉમંગભેર જોડાયા હતા. સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક રાજવીઓ વાંકાનેર યુવરાજના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા.
વાંકાનેરના કેશરીદેવસિંહજી ઝાલાએ સને ૨૦૦૭ માં વિદેશમાંથી ઉચ્ચ અભ્યાસ કરીને પોતાના માદરે વતનમાં સ્થાઇ થયેલ અને સને ૨૦૧૧ માં તે વખતના ગુજરાત રાજયના મુખ્ય મંત્રી માન,નરેન્દ્રભાઇ મોદીને વાંકાનેર રાજપેલેસમાં આમંત્રણ આપી તેમના સન્માન કાર્યક્રમમાં ગુજરાત ભરના રાજવીઓ, પાર્ટીના હોદેદારો, સંતો-મહંતોની ઉપસ્થિતી માં મા નરેન્દ્રભાઇ મોદીના હાથે કેશરીયો પહેરી ભા.જ.પ. પાર્ટી માં સામેલ થઇ પોતાની રાજકીય શુભ શરૂઆત કરેલ ત્યારથી ભા.જ.પ. માં આજસુધી સક્રિય રહેલ છે
કેશરીદેવસિંહજી વાંકાનેર શહેર તેમજ તાલુકાના દરેક વર્ગ-જ્ઞાતિના દરેક ધાર્મિક અને સામાજીક કાર્યક્રમોમાં અચુક હાજરી આપી લોકો સાથે આત્મીતા કેળવેલ છે. વાંકાનેરની પ્રખ્યાત શૈક્ષણીક સંસ્થા અમરસિંહજી હાઇસ્કુલમાં વ્યવસ્થાપક કમીટીમાં રહી બાળકો અને યુવાનો માં શૈક્ષણીક, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ખીલે તે માટે સતત હાજર રહીને પ્રેરણા આપતા રહયા છે. કોઇપણ જાતના નાત-જાતના ભેદભાવ વગર તેઓ હરહમેંશા લોકો વચ્ચે જઇને લોકોને ઉપયોગી થવા હરહમેંશ પ્રયત્નન્નિરહેલ છે.
ભારત સરકારના પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેરના રાજવી સ્વ.ડો. દિગ્વીજચસિંહજી પ્રતાપસિંહજી ઝાલાના પુત્ર કેશરીદેવસિંહજી નો જન્મ વાંકાનેર રાજવી પરીવાર માં થયેલ છે. વાંકાનેર રાજવી પરીવાર વાંકાહોરમાં હર હંમેશ રાજકીય, ધાર્મિક, સામાજીક ક્ષેત્રમાં સતત સક્રિય રહેલ છે અને સતત લોકો સાથે રહીને અનેક ક્ષેત્રમાં લોકોની લોકચાહના મેળવેલ છે. તેવા પરીવારના ૧૬-માં રાજવી તરીકે કેશરીદેવસિંહજી ઝાલાએ ગાદી ધારણ કરેલ છે.
પીએમ મોદી સાથે છે ખાસ સંબંધઃ
વાંકાનેરના કેશરીદેવસિંહજી ઝાલાએ સને ૨૦૦૭ માં વિદેશમાંથી ઉચ્ચ અભ્યાસ કરીને પોતાના માદરે વતનમાં સ્થાઇ થયેલ અને સને ૨૦૧૧ માં તે વખતના ગુજરાત રાજયના મુખ્ય મંત્રી માન,નરેન્દ્રભાઇ મોદી સાહેબને વાંકાનેર રાજપેલેસમાં આમંત્રણ આપી તેમના સન્માન કાર્યક્રમમાં ગુજરાત ભરના રાજવીઓ, પાર્ટીના હોદેદારો, સંતો-મહંતોની ઉપસ્થિતી માં મા નરેન્દ્રભાઇ મોદી સોહબના હાથે કેશરીયો પહેરી ભા.જ.પ. પાર્ટી માં સામેલ થઇ પોતાની રાજકીય શુભ શરૂઆત કરેલ ત્યારથી ભા.જ.પ. માં આજસુધી સક્રિય રહેલ છે.
રાજવી પરીવારનો રાજકીય અને સામાજીક ઈતિહાસ:
પૂજ્ય દાદબાપુશ્રી સ્વ. પ્રતાપસિંહજી ઝાલા:
દેશના આઝાદી બાદ પ્રથમ વિધાનસભામાં વાંકાનેરના પ્રથમ ધારાસભ્ય કેશરીદેવસિંહજીના પુજય દાદાબાપુ પ્રતાપસિંહજી બાપુ સને ૧૯૫૨ થી ૧૯૫૭ સુધી બિન હરીફ હતા અને આ સમય દરમ્યાન વાંકાનેરમાં અનેક વિકાસલક્ષી કાર્યો કરેલા.
પૂજ્ય પિતાશ્રી સ્વ. ડો. દિગ્વીજયસિંહજી ઝાલા:
કેશરીદેવ સિંહજીના પિતાશ્રી સ્વ. દિગ્વીજયસિંહજીબાપુ સને ૧૯૭૯ થી ૧૯૮૯ સુધી બે ટર્મ ધારાસભ્ય રહી ચુક્યા છે. તેમજ સને ૧૯૭૯ થી ૧૯૮૯ સુધી બે ટર્મ ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી રહીને પર્યાવરણની મહત્વતા દેશને સમજાવી છે. તેમજ સ્વ, દિગ્વીજયસિંહજી ઝાલાએ આખા ભારતમાં રાજપુતોની મહત્વની અને ગૌરવવંતી ગણાય તેવી સંસ્થા અખીલ ભારતીય ક્ષત્રીય મહાસભાના વર્ષો સુધી પ્રમુખ તરીકે રહીને અનેક સામાજીક પ્રવૃત્તિઓ કરેલી,
પૂજય કાકા સાહેબ જનકસિંહજી ઝાલા:
કેશરીદેવસિંહજી ઝાલાના કાકા સાહેબ જનકસિંહજી ઝાલા પણ સને ૧૯૭૫થી ૧૯૮૦ સુધી વાંકાનેરના ધારાસભ્ય રહી ચુક્યા છે.
મામા સાહેબ અજયસિંઘ:
કેશરીદેવસિંહજી ઝાલાના સગા મામા સાહેબ શ્રી અજય સિંઘજી વી.પી. સિંઘજીની સરકારમાં રેલ્વે મંત્રી રહી ચુક્યા છે. તેમજ ૧૯૮૯માં આગ્રાના સાંસદ સભ્ય રહી ચુક્યા છે.
આમ, વાંકાનેર ના રાજકારણમાં વાંકાનેર રાજવી પરિવારનો ભવ્ય ભૂતકાળ રહેલ છે. તેમજ વાંકાનેરના હાલના રાજવી કેશરીદેવસિંહજીનું વ્યક્તિત્વ પ્રજા વાત્સલ્ય અને શોભે તેવું છે. આમ, કેસરીદેવસિંહજી દરેક ક્ષેત્રમાં, દરેક જ્ઞાતિઓમાં લોકચાહના અને આત્મીયતા ધરાવતી વ્યક્તિ છે.