ચેતન પટેલ, સુરતઃ દિવાળીના તહેવાર પહેલાં જ સુરતમાં ઈડીએ સપાટો બોલાવ્યો છે. ઈડીની ટીમે આજે વહેલી સવારે જ સુરતમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે અંતર્ગત સુરતના ઢુમસ રોડ અને તેની આસપાસના વિસ્તારો સહિત સમગ્ર સુરતમાં વિવિધ સ્થળોએ તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. ઈડીને ટીમે સુરતમાં ફાઉન્ડેશન અને આંગડિયા પેઢી પર દરોડા પાડી તપાસ હાથ ધરી છે. જ્યા ઈડીએ 1 કરોડની રોકડ રકમ પણ જપ્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈડીએ દરોડા પાડ્યા બાદ તપાસમાં એવી પણ માહિતી સામે આવી છેકે, હવાલાથી વિદેશમાં રૂપિયા મોકલવાનું કૌભાંડ ચાલતું હતું. આ સમગ્ર રેકેટનો ઈડીએ પર્દાફાશ કર્યો છે. તપાસમાં હવાલાથી વિદેશમાં પૈસા મોકલતા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. જે અંતર્ગત આ કેસમાં 1 કરોડ રૂપિયાથી વધુ રોકડ રકમ જપ્ત કરવામાં આવી.


સુરતમાં ઈડીની ટીમે આજે વહેલી સવારે દરોડા પાડ્યાં હતાં. ઈડીની ટીમ દ્વારા સુરત શહેરમાં સાત અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. ઓજસ્વી ફાઉન્ડેશ સાથે સંકળાયેલી 7 જગ્યાઓ પર ઈડીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં. જ્યાંથી ઈડીએ 1 કરોડથી વધુ રોકડ રકમ જપ્ત કરી લીધી છે. આ ઉપરાંત
એચ.વી. અને પી.એમ. આંગળિયા પેઢીમાં પણ ઈડીની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેને લઈને વિવિધ પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં ઈડી દ્વારા ફાઉન્ડેશન સાથે સંકળાયેલાં અંદાજે 15થી વધુ બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.