• ગુજરાતમાં સતત વધી રહ્યો છે વ્યાજખોરોનો ત્રાસ

  • વ્યાજખોરોના દમનને લીધે વધ્યુ આપઘાતનું પ્રમાણ

  • મામલાને ગંભીરતાથી લઈને ગુજરાત સરકાર એક્શનમાં

  • વ્યાજખોરોના આતંકને ડામવા માટે ગૃહવિભાગ કામે લાગ્યું


Gujarat Police: વ્યાજખોરોના ત્રાસ વિરુદ્ધ ફરિયાદ કે રજૂઆત કરવા હવે તમે સીધો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી શકો છો. સામે ચાલીને ગૃહ વિભાગે આ વ્યવસ્થા ઉભી કરી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ આની જાહેરાત કરવામાં આવી રહી છે. સાથે દરેક નાગરિકોને પણ પોલીસનો સીધો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે. લોકોને હેરાન કરતા વ્યાજખોરો પર તવાઈ બોલાવવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલનો ગૃહવિભાગને આદેશ. ગુજરાતમાં હવે નહીં ચલાવી લેવાય વ્યાજખોરોનો આતંક. દાદાની સરકારમાં નહીં ચાલે વ્યાજખોરોની દાદાગીરી! હવે એક જ કોલમાં ફરિયાદ અને મામલો ફિટ. ગૃહવિભાગે ગોઠવી દીધી જબરદસ્ત વ્યવસ્થા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રાજ્યના પોલીસ અધિકારીઓને આ મામલાને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહી કરવાની આપી દીધી છે સુચના.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકાર દ્વારા નાગરિકો માટે ખાસ નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગુજરાતમાં સતત વધી રહેલાં વ્યાજખોરોના ત્રાસને ડામવા માટે આ વ્યવસ્થા વિકસાવાઈ છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ તંત્રમાં આ સિસ્ટમ લાગૂ કરાઈ છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં તેની શરૂઆત કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ તમારી પાસે વ્યાજના નામે વધારે પડતા પૈસા પડાવતો હોય, જો કોઈ વ્યક્તિ વ્યાજખોરી કરીને તમને હેરાન કરતો હોય, જો કોઈ વ્યક્તિ વ્યાજે આપેલાં પૈસાના બદલામાં તમારી પાસે નિયમ કરતા વધારે રૂપિયાની માંગ કરીને તમને ધમકાવતો હોય તો તમારે શું કરવું? જીહાં એ જ મુદ્દે અહીં ગૃહ વિભાગ દ્વારા ખ્યાસ તૈયારી કરવામાં આવી છે. 


વ્યાજખોરોના ત્રાસથી લોકોને બચાવવા લોકોનું રક્ષણ કરવા માટે તથા વ્યાજખોરો વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય તે માટે આ સિસ્ટમ સરકાર દ્વારા શરૂ કરાઈ છે. જેમાં તમારે વ્યાજખોરીને લગતી કોઈપણ ફરિયાદ સીધી પોલીસને કરવાની છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે વ્યાજખોરોના આતંકને ડામવા માટે એક્શન લેવાની શરૂઆત કરવામાં આવી છે. 


વ્યાજખોરોના ત્રાસને તેમના દમનનો ભોગ બનેલાં નાગરિકોને તેઓની ફરિયાદ લેવા માટે તેમની અરજી લેવા માટે તેમની રજૂઆત સાંભળવા માટે ગુજરાત સરકારે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસમાં આ સિસ્ટમ લાગૂ કરાઈ છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એટલેકે, રાયખડ વિસ્તારમાં આવેલી ગાયકવાડ હવેલી ખાતે રૂબરૂ થઈને તમે વ્યાજખોરો અંગે ફરિયાદ કરી શકો છે. 


એટલું જ નહીં આ ઉપરાંત તમે વ્યાજખોરીના મામલામાં reader-crime-ahd@gujarat.gov.in આ ઈમેલ આઈડી પર અને આ સિવાય 079-25398549, 6359625369 નંબર પર કોલ કરીને પણ તમારી ફરીયાદ ક્રાઈમ બ્રાન્ચને લખાવી શકો છો.