હોળીની ઉજવણી માટે બનાવ્યો લૂંટનો પ્લાન, જાણો આખરે પોલીસે કેવી રીતે આરોપીઓને ઝડપ્યા
કણભામાં થયેલી લૂંટના કેસમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી ને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં ભાભોર ગેંગના બે આરોપી ચુના સોલંકી અને મહેશ ભાભોર ઓ એક લાખ રૂપિયાની મત્તા સાથે ઝડપાયા હતા.
ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદ ના કણભામાં ઘરમાં ઘૂસીને લાખની લૂંટ કરનારા ને અમદાવાદ ગ્રામ્ય પોલીસે બે લૂંટારુ ની ધરપકડ કરી વધુ ફરાર લૂંટારુ ની શોધ શરુ કરી છે...અમદાવાદ ગ્રામ્ય માં તાજેતરમાં કણભા ના કુહા ગામ માં સાત બુકાનીધારી લૂંટારૂઓએ શ્રી રામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 17.50 લાખની લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ મોઢે બુકાની બાંધીને છરી તથા અન્ય હથિયારો સાથે ફરિયાદીના ઘરમાં ઘૂસીને 15 લાખ રોકડા તથા સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ ઘટનાની ફરિયાદ કણભા પોલીસ સ્ટેશનમાં થઈ હતી. જેની તપાસ અમદાવાદ ગ્રામ્ય એલસીબી કરી રહી હતી ત્યાર ટેક્નિકલ માહિતી ના આધારે દાહોદ ની ભાભોર ગેંગના બે આરોપી ચુના સોલંકી અને મહેશ ભાભોર ની ધરપકડ કરીને પોલીસે 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે
કોણ કોણ પકડાયું?
કણભામાં થયેલી લૂંટના કેસમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી ને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં ભાભોર ગેંગના બે આરોપી ચુના સોલંકી અને મહેશ ભાભોર ઓ એક લાખ રૂપિયાની મત્તા સાથે ઝડપાયા હતા. જ્યારે વધુ છ આરોપીઓ ફરાર હોવાથી તેમને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. ફરાર છ આરોપી રતન ભાંભોર , કમલેશ ભાંભોર , પિન્ટુ ભાંભોર , સકેશ ભાંભોર , પ્રકાશ ભાંભોર , સુરેશ પરમાર ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે
કઈ રીતે ગુનાને અંજામ આપ્યો ?
પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, તે અગાઉ શ્રી રામ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તથા તેની નજીકના વિસ્તારમાં લૂંટારુ ગેંગ નો મુખ્ય આરોપી રતન ભાંભોર કડિયા કામ કરતો હતો. અને ફરિયાદી ના ઘરે અવરજવર રહેતી હતી અને ફરિયાદી પરિવાર ના લોકો રતન ભાંભોરને માણસાઈ ની રીતે પાણી પીવડાવતા હતા તે સમયે લૂંટારુને માહિતી મળી હતી કે આ પરિવારની જમીન વેચાઈ છે અને સારા એવા પૈસા આવ્યા છે. જેથી આરોપીએ ગેંગ ના અન્ય સભ્યો ને બોલાવી ને લૂંટ કરી હતી આ ગુનાને અંજામ આપ્યો હતો.