Suspended Constable Nita Chaudhary: બુટલેગરના સાસરિયામાં છુપાઈ હતી ફરાર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ! પોલીસ નહીં નીતા ચૌધરીને ATS એ ઝડપી...ગુજરાત પોલીસનું નાક કાપીને ફરાર થયેલી સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને પોલીસનો ના પકડી શકી. આખરે તેને પકડવાનું કામ ગુજરાત એન્ટીરેટેરિસ્ટ સ્કોડને સોંપવું પડ્યું. ત્યાર બાદ આંતકવાદીઓને પકડતી સ્પેશ્યિલ ફોર્સે આ નીતા ચૌધરીને ઝડપી. ઘણાં ટાઈમથી ગુજરાત પોલીસ સાથે આંખ મીંચોલી રમતી ફરાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી ઝડપાઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચર્ચામાં એવું પણ છેકે, ગુજરાતના દિગ્ગજ રાજનેતાનો હાથ આ સસ્પેન્ડેડ મહિલા પોલીસકર્મી પર હોવાથી તેનું કોઈ નામ લેતું નથી. એ જ કારણ છેકે, ગુજરાત પોલીસનો સ્ટાફ પણ તેને પકડવામાં અસમર્થ રહ્યો. જેથી એન્ટીટેરેરિસ્ટ સ્કોટ જે ગુજરાત પોલીસનો એક વિશેષ વિભાગ છેકે, જે આતંકવાદી ગતિવિધિને રોકવાનું કામ કરે છે. એ વિભાગ ATS ને આ મહિલા આરોપીને પકડવાનું કામ સોંપવાની ફરજ પડી.


ઉલ્લેખનીય છેકે, અગાઉ દારુના જથ્થા અને બુટલેગર સાથે અગાઉ ઝડપાઈ હતી મહિલા પોલીસકર્મી. પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરતા તેના પર પોલીસની હત્યાના પ્રયાસનો પણ ગુનો નોંધાયો હતો. કોર્ટે જામીન ન આપતા નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી.


કચ્છના ભચાઉમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, બુટલેગરે જ્યારે પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની સાથે કારમાં જ હાજર હતી. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નીચલી કોર્ટે તેમને જામીન આપ્યા હતા. ભચાઉ સ્ટેશન કોર્ટે નીતા ચૌધરીને નીચલી કોર્ટે આપેલા જામીન રદ્દ કરવાનો આદેશ કર્યો હતો.જામીન રદ્દ થતાં પોલીસ તેને પકડવા જતા નીતા ચૌધરી ફરાર થઇ ગઈ હતી. 


કચ્છ પોલીસને હાથતાળી આપીને ફરાર થઇ ગયેલી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે ગુજરાત ATSના હાથે ઝડપાઇ ગઈ છે. કચ્છ પોલીસે નીતા ચૌધરીને સુરેન્દ્રનગરના લીમડી પાસેથી ઝડપી પડી છે, જ્યાં તે બુટલેગર યુવરાજસિંહ જાડેજાના સાસરિયાના ઘરમાં છુપાઈ હતી.ગુજરાત ATSએ નીતા ચૌધરીને કચ્છ પોલીસને સોંપી છે. કચ્છ પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરવાના કેસની આરોપી એવી  સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસને થાપ આપી 10 જુલાઈ ફરાર ગઈ હતી. મહત્ત્વનું છેકે, નીતા ચૌધરીના જામીન રદ્દ થતાં પોલીસ તેને પકડવા આદિપુર સ્થિત તેના ઘરે પહોંચી ત્યારે ત્યાં તાળું લટકતું હતું. ભચાઉ સ્થિત તેના બીજા ઘરે અને  પછી તેના પતિ પાસે તેમજ  મૂળ વતન પાલનપુરમાં પણ ન મળતા પૂર્વ કચ્છ પોલીસને  પાછુ ફરવું પડ્યું હતું. પોલીસની સમગ્ર કાર્યવાહીથી વાકેફ નીતા ચૌધરી અંડરગ્રાઉન્ડ થઈ ગઈ હતી.