ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદમાં એવા મોટા આક્ષેપો થયા છે કે આ માસ્ટર ગેમને જાણનારા પણ ચોંકી ગયા છે. લોકોને દબાવીને કઈ રીતે કામ કાઢી શકાય એ આ સૌથી મોટું ઉદાહરણ છે. અમદાવાદમાં  મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં અમદાવાદના સંસદસભ્ય અને ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં જમાલપુર-ખાડીયાના ધારાસભ્યે જે આક્ષેપો કર્યા છે. એ સાંભળીને ઘણા ચોંકી ગયા છે. શહેરમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્ર જવલિત ખત્રીના ઈશારે ગેરકાયદે બાંધકામના નામે વહીવટ થાય છે. પૂર્વ ધારાસભ્યના પુત્રે ગેરકાયદે બાંધકામ અંગે આર.ટી.આઈ.કરવા વીસ માણસનો સ્ટાફ રાખ્યો છે. અરજી કરી લોકોને હેરાન કરાઈ રહયા છે. મ્યુનિ.એસ્ટેટ વિભાગ પણ તેના જ ઈશારે ગેરકાયદેસર બાંધકામ તોડે છે અને તુટતા અટકાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના ધારાસભ્યના આ મોટા આક્ષેપોને પગલે ભાજપના નેતાનો પુત્ર ત વિવાદમાં આવ્યો છે પણ આ બાબતનાં છાંટા એએમસી પર પણ ઉડ્યા છે. જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં મળેલી એમ.પી.એમ.એલ.એ.ની સંકલન સમિતિની બેઠકમાં અગાઉ શહેરની કાલુપુર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવેલા ભૂપેન્દ્ર ખત્રીના પુત્ર જવલિત ખત્રીનો બેઠકમાં નામજોગ મૌખિક રજૂઆત કરતાં બેઠકમાં ગરમાવો આવી ગયો હતો. આ પ્રકરણમાં ભલે કોંગ્રેસના ધારાસભ્યની આ રજૂઆત જ છે પણ આ આક્ષેપો ઘણા વિવાદીત છે. 


પૂર્વ ધારાસભ્યનો પુત્ર જવલિત માત્ર કોટ વિસ્તાર જ નહી પરંતુ સમગ્ર શહેરના તમામ સાત ઝોનમાં જયાં પણ બાંધકામ થતા હોય ત્યાં આર.ટી.આઈ.હેઠળ એસ્ટેટ વિભાગમાં અરજી કરાવે છે. આ માટે તેણે વીસ માણસનો સ્ટાફ રાખ્યો છે. શહેરમા કોના અને કયા બાંધકામ તોડવા અને ના તોડવા એ અંગેનો નિર્ણય પણ મ્યુનિ.ના એસ્ટેટ વિભાગના અધિકારીઓ તેના ઈશારે જ કરતા હોવાનો ખુલ્લો આક્ષેપ ધારાસભ્યે મ્યુનિસિપલ કમિશનર સાથેની બેઠકમાં કરતાં બેઠકમાં હાજર એવા ભાજપના ધારાસભ્યો પણ ચોકી ગયા હતા. ખરેખ ભાજપના નેતાના પુત્ર અને એએમસી અધિકારીઓની મિલીભગતથી આ ખેલ થતો હોય તો આ મોટા આક્ષેપો છે. આ મામલાને એએમસીએ પણ ગંભીરતાથી લેવાની જરૂર છે. ખરેખર આ એક નવી બાબત છે. જેમાં ભાજપના નેતાના પુત્ર સામે આક્ષેપો થયા છે. 


કોઈ એક વ્યકિતના ઈશારે એસ્ટેટના અધિકારીઓ નાચી રહ્યાં છે એ શમરજનક છે. જમાલપુર-ખાડીયાના વર્તમાન ધારાસભ્યએ આટલેથી ન અટકી એવા પણ આક્ષેપો કર્યા છે કે, પૂર્વ ધારાસભ્યના પુત્રે ગેરકાયદે બાંધકામની આવકમાંથી જ નગરી હોસ્પિટલ પાસે છ કરોડનો બંગલો ખરીદયો હોવાનો અને દર મહિને સ્ટાફને પગાર પેટે લાખોનો પગાર ચૂકવાય છે. હાલમાં આરટીઆઈ કરી વિગતો મગાવવી એ હક છે પણ આ કાયદાનો દુરોપયોગ થાય છે આ બાબત પણ હકિકત છે. જો ખરેખર કોંગ્રેસના ધારાસભ્યના આ આક્ષેપો સાચા હોય તો એએમસીએ આ મામલે કાર્યવાહી કરવાની જરૂર છે.