Gujarat Weather Forecast: ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેઠું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ આવતા જ આજથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું  છે. નવસારી સુધી ચોમાસાનો પ્રવેશ થઈ છે. ગુજરાતમાં આખરે વિધિવત રીતે આજથી ચોમાસાનો પ્રારંભ થયો છે. દક્ષિણ ગુજરાતમા નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું આગમન થતા જ સત્તાવાર ચોમાસું બેસી ગયાના સમાચાર આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યુ કે, સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસુ બેસી ગયું છે. હવામાન વિભાગે આ ખુશખબર આપ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે ગુજરાતમાં સારા વરસાદની સાથે ઠંડરસ્ટોર્મની પણ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠેથી ચોમાસું પ્રવેશ કરી શકે છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં વાદળો ઘેરાયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસું 12 થી 13 દિવસ વહેલું છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં ઠન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે અન્ય કેટલાક જિલ્લાઓમાં ફરવા વરસાદની પણ આગાહી છે. 


હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસું બેસી ગયું છે. Imd ના રિપોર્ટ મુજબ આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસાનો ગુજરાતમા પ્રવેશ થઇ ચૂક્યો છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે, તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. 


ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયા આ ચોમાસું છે, તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે. આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. તેમણે કહ્યું કે, આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જુને આવતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જુને જ આવી ગયું છે. ચોમાસાનો ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે. જોકે, આ કોઈ નવી વાત નથી. અનેકવાર ભૂતકાળમાં એવુ બન્યુ છે કે ચોમાસું સમય કરતા વહેલું આવે છે.