ઝી બ્યૂરો, અમદાવાદઃ વેસ્ટન ડિસ્ટર્બન્સ પૂર્વ તરફ આગળ ધપી રહ્યું છે અને તારીખ 28-29 જાન્યુઆરી દરમિયાન અરબી સમુદ્રમાંથી મહત્તમ ભેજનું વહન થવાની સંભાવના છે. ત્યારે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદની સંભાવના હોવાથી સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં વરસાદ, ઠંડી અને પવનનું જોર વધુ રહેશે તેવું મનાઇ રહ્યું છે. જેને પગલે ભરશિયાળે રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. જે અંતર્ગત ખાસ કરીને રાજ્યના દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભરશિયાળે વરસાદી માહોલને કારણે બીમારીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. એજ કારણ છેકે, દવાખાનાઓ હાલ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. ત્યારે લોકોએ પણ આ ડબલ સિઝનમાં સર્તક રહેવાની જરૂર છે. અને જરૂર વિના ઘરેથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ એવી સલાહ પણ નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદની આગાહી-
આજે 28 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત રાજસ્થાનની પશ્ચિમથી 52°E લોંગીટ્યુડ થી 24°N લોંગીટ્યુડ પૂર્વ તરફ ધપી રહ્યું છે. આ બે દિવસ દરમિયાન અરબી સમુદ્ર પરથી મહત્તમ ભેજનું વહન થનાર છે બીજી બાજુ હિંદ મહાસાગર અને સંલગ્ન દક્ષિણ પૂર્વ બંગાળના અખાત પર લો પ્રેશર સિસ્ટમ બની છે જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ખસી રહી છે અને આગામી બે ત્રણ દિવસમાં વેલમાર્કડ લો પ્રેશર સિસ્ટમ માં પરિવર્તિત થઈ જશે.


ઉત્તર ગુજરાતમાં શુક્રવારે ઉત્તર-પૂર્વ દિશાના પવન વચ્ચે ઠંડી પોણા 3 ડિગ્રી સુધી ઘટી હતી. જેને લઇ મુખ્ય 5 શહેરોનું તાપમાન 11.9 થી 13.7 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. 11.9 ડિગ્રી સાથે હિંમતનગર ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. બનાસકાંઠાના દાંતા, અંબાજી અને અમીરગઢ વિસ્તારમાં પણ હળવા ઝાપટાંની શક્યતા છે. મહેસાણા જિલ્લામાં સાબરકાંઠા અને ગાંધીનગરની સરહદે આવતાં વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં પડી શકે છે.


બે દિવસમાં બદલાશે વાતાવરણ-
​​​​​​​આ બધી સ્થિતિને કારણે આગામી બે દિવસ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે શનિવારે વાદળછાયુ વાતાવરણ રહેવાની અને 20 થી 25 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત થઈ છે. દક્ષિણ રાજસ્થાનને સંલગ્ન સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તાલુકાઓ કમોસમી વરસાદથી પ્રભાવિત થઈ શકે છે જોકે હવામાન વિભાગ દ્વારા અન્ય વિસ્તારોમાં વરસાદની સંભાવના નહિવત હોવાનું જાણવા મળી રહ્યું છે શનિ-રવિવાર સુસવાટા મારતો ઠંડો પવન ફૂંકાશે.


ઠંડીનો ચમકારો વધશે-
​​​​​​​હવામાન વિભાગની આગાહી અનુસારપલટાયેલા વાતાવરણ વચ્ચે આગામી 48 કલાક એટલે કે 29 જાન્યુઆરી સુધીમાં ઠંડી 2-3 ડિગ્રી ઘટશે. જોકે, 30 જાન્યુઆરીથી વાતાવરણ સામાન્ય થતાં તેમજ ઉત્તર ગુજરાત પરથી ફરી એકવાર ઉત્તરના ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થતાં ઠંડી વધવાનું શરૂ થશે. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધીમાં 3-4 ડિગ્રી ઠંડી વધી શકે છે. એટલે કે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી ઠંડીનો ચમકારો વધશે.