ઝી બ્યૂરો, અમદાવાદઃ ગિરનારની સફાઈના મુદ્દે હાઈકોર્ટમાં થયેલ પીટીશન બાદ કોર્ટે ગિરનારની સાચી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કોર્ટ કમિશનની નિમણૂંક કરી હતી. આ કોર્ટ કમિશનર ગઈકાલે ગિરનારની મુલાકાતે આવ્યા હતા. તે ગિરનાર આવે તે પૂર્વે તંત્ર દ્વારા ગિરનારને ચોખ્ખો ચણક કરી દેવામાં આવ્યો છે. હાઈકોર્ટે કમિશન ટીમના આગમન પૂર્વે જિલ્લા ક્લેક્ટરે નિરીક્ષણ કર્યુ. ત્યાંથી તાત્કાલિક ધોરણે કચરો અને પ્લાસ્ટિક દૂર કરવામાં આવ્યાં હતાં. ગિરનાર પર પ્લાસ્ટિકનો કચરો ફેંકવામાં પર પ્રશાસને પ્રતિબંધ જ મુકી દીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા અઠવાડીયાથી દરરોજ ગીરનારની સીડી આસપાસ સફાઈ કરવામાં આવતી હતી. ગઈકાલે વહેલી સવારથી ખાસ ઝુંબેશ કરી ગીરનારને પ્લાસ્ટીક મુકત કરી દેવાયો હતો. ગીરનારને પ્લાસ્ટીકના પ્રદુષન્ન કરી દેવાયો હતો. સીડી સહિત ક્યાંય સફાઈનું તંત્રનું આયોજન ન હતું. માત્ર એનજીઓ પર ગીરનારની સફાઈ નિર્ભર હતી આ અંગે હાઈકોર્ટના વકીલ અમીત પંચાલ દ્વારા પીટીશન થતા કોર્ટે તંત્રની ઝાટકણી કાઢી સફાઈનું વ્યવસ્થિત આયોજન કરવાનું ફરમાન કરી હાલ શું સ્થિતિ છે તે જાણવા માટે કોર્ટ કમીશ્નરની નિમણુંક કરી હતી. કોર્ટ કમિશનર દેવાંગી સોલંકીની મુલાકાત દરમ્યાન ક્લેકટર, પ્રાંત અધિકારી મનપા, વન વિભાગના અધિકારીઓ સાથે રહ્યા હતા.


આ ટીમ રોપવે મારફત અંબાજી પહોંચી ત્યાંતી દત્તાત્રેય ટુંક સુધી પગપાળા પહોંચી ગીરનારની સીડી સહિતની સફાઈની વ્યવસ્થા નિહાળી હતી. સીડીના પગથીયા પર ક્ચરા પેટીઓ મુકાઈ છે. છેલ્લા એક અઠવાડીયામાં સવારથી 100 જેટલા સફાઈ કામદારોને કામે લગાડી કામગીરી કરવામાં આવી હતી. જેથી ગઈકાલે ગીરનાર ચોખ્ખોચણાક જોવા મળ્યો હતો, જેનો રીપોર્ટ હાઈકોર્ટમાં રજુ કરશે.