શિયાળામાં ગુજરાત ફરવાનો આનંદ માણી આવો, IRCTC લાવ્યું સસ્તું ટૂર પેકેજ
IRCTC Tour Package: શું તમે પણ ફરવા જવાનું વિચારી રહ્યાં છો? તો આ પેકેજ તમારા માટે બની શકે છે ખાસ. કારણકે, અહીં તમને સાવ સસ્તામાં મળી શકે છે હરવા ફરવાનો અવકાશ...
IRCTC Tour Package: IRCTC ભારતીય રેલ્વેની પેટાકંપની છે. ગુજરાતના કેટલાક મોટા શહેરો અને પર્યટન સ્થળોની મુલાકાત લેવાની એક જબરદસ્ત તક લઈને આવી છે. આ પેકેજ દ્વારા તમે સસ્તામાં વડોદરા, દ્વારકા, સોમનાથ અને અમદાવાદની મુલાકાત લઈ શકો છો.
ગુજરાત એક એવું રાજ્ય છે જે હંમેશા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. અહીંની સંસ્કૃતિ, ભોજન અને અનેક પર્યટન સ્થળો લોકોને આકર્ષે છે. આવી સ્થિતિમાં ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTC, ભારતીય રેલ્વેના ઉપક્રમે શિયાળાની ઋતુમાં ગુજરાતની મુલાકાત લેવાનું આયોજન કરતા લોકો માટે એક સસ્તું ટૂર પેકેજ લઈને આવ્યું છે.
IRCTCએ tWEET કર્યું છે કે આ પેકેજ દ્વારા પ્રવાસીઓ વડોદરા, દ્વારકા, સોમનાથ અને અમદાવાદની મુલાકાત લઈ શકશે. IRCTCએ તેના ટૂર પેકેજને Glorious Gujarat with Statue of Unity Ex-Agartala નામ આપ્યું છે. આ પેકેજ 12 રાત અને 13 દિવસ માટે છે. આ પેકેજ હૈદરાબાદથી શરૂ થશે. આ ટૂર પેકેજ 13 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર 2023 સુધીનું છે.
ટૂર પેકેજની ખાસ વિશેષતાઓ-
પેકેજનું નામ – Gujarat with Statue of Unity Ex-Agartala (EZBG10)
પ્રવાસ કેટલા દિવસ ચાલશે - 12 રાત અને 13 દિવસ
પ્રસ્થાન તારીખ - 13 ડિસેમ્બર, 2023
ભોજનનો પ્લાન - નાસ્તો, લંચ અને રાત્રિભોજન
ટ્રાવેલિંગ મોડ - ટ્રેન
પેકેજની પ્રારંભિક કિંમત રૂ. 22,910 છે-
ટૂર પેકેજ માટેનો ટેરિફ પેસેન્જર દ્વારા પસંદ કરાયેલ કેટેગરી મુજબ હશે. પેકેજ 22,910 રૂપિયા પ્રતિ વ્યક્તિથી શરૂ થશે. ઈકોનોમી કેટેગરીમાં વ્યક્તિ દીઠ ખર્ચ રૂ. 22,910 છે. સ્ટાન્ડર્ડ કેટેગરીમાં વ્યક્તિ દીઠ ખર્ચ રૂ. 37,200 છે. જ્યારે કમ્ફર્ટ કેટેગરીમાં વ્યક્તિ દીઠ ખર્ચ રૂ. 40,610 છે.
તમે કેવી રીતે બુક કરી શકો છો?
મુસાફરો આ ટૂર પેકેજ માટે IRCTC વેબસાઇટ irctctourism.com પર જઈને બુક કરી શકે છે. બુકિંગ IRCTC પ્રવાસી સુવિધા કેન્દ્ર, ઝોનલ ઓફિસો અને પ્રાદેશિક કચેરીઓ દ્વારા પણ કરી શકાય છે.